અમદાવાદ/ થલતેજ સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ માટે વેઈટિંગનાં દ્રશ્યો, શબવાહિનીઓની લાંબી લાઈન

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો અંતિમ વિધિ માટે સ્મશાનમાં વેઈટિંગના દૃશ્યો થલતેજ સ્મશાન ગૃહની બહાર શબવાહિનીઓની લાઈન કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે કતાર સ્મશાન ગૃહ બહાર 4 એમ્બ્યુલન્સ કતારમાં જ્યારે 2 અંદર રાજ્યમાં કોરોનાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ છે. સતત મોતનાં આંકડાઓ વધતા હવે લોકોનાં રૂવાંટા ઉભા થઇ ગયા છે. ખાસ […]

Top Stories Ahmedabad Gujarat
mmata 105 થલતેજ સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ માટે વેઈટિંગનાં દ્રશ્યો, શબવાહિનીઓની લાંબી લાઈન
  • અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો
  • અંતિમ વિધિ માટે સ્મશાનમાં વેઈટિંગના દૃશ્યો
  • થલતેજ સ્મશાન ગૃહની બહાર શબવાહિનીઓની લાઈન
  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે કતાર
  • સ્મશાન ગૃહ બહાર 4 એમ્બ્યુલન્સ કતારમાં જ્યારે 2 અંદર

રાજ્યમાં કોરોનાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ છે. સતત મોતનાં આંકડાઓ વધતા હવે લોકોનાં રૂવાંટા ઉભા થઇ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ ખૂબ જ નાજૂક છે. આવી સ્થિતિમાં હવે કોરોનાથી મોત થયા બાદ અંતિમ વિધિ માટે પણ લાઇનો જોવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદનાં થલતેજ સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ માટે શવને પોતાનો નંબર આવે તેની રાહ જોવી પડી રહી છે.

OMG! / એલોન મસ્કની ગર્લફ્રેન્ડની પીઠ પર દેખાયા એલિયને કરેલા ઇજાનાં નિશાન, જાણો શું છે હકીકત?

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. સાથે મોતનાં આંકડામાં પણ ઉછાળો આવ્યો છે. ત્યારેે સ્મશાનગૃહ આજે અંતિમ વિધિ માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. આજે સવારે થલતેજ સ્મશાન ગૃહની બહાર પણ કઇંક આવો જ નજારો જોવા મળ્યો હતો. અહી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં અંતિમ સંસ્કાર માટે કતાર જોવા મળી હતી. આ સ્મશાન ગૃહ બહાર 4 એમ્બ્યુલન્સ્ કતારમાં જોવા મળી જ્યારેે 2 એમ્બ્યુલન્સ અંદર જોવા મળી હતી.

મોટો નિર્ણય / Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે, આજે એક એવી પરિસ્થિતિ છે કે, કોરોનાનાં ટેસ્ટ માટે લાઇન, કોરોના થયા પછી હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઇન, દાખલ થયા પછી જો જીવ જાય તો અંતિમ વિધિ માટે લાઇન. આમ આજે સામાન્ય માણસનાં જીવનની કઇંક આવી જ દુર્દશા થઇ ગઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ