Not Set/ DPS ઇસ્ટ વિવાદ મામલો, CBSEની ટીમ પહોંચી અમદાવાદ એરપોર્ટ

સ્વામી નિત્યાનંદ મુદ્દે અમદાવદ ઈસ્ટની DPS સ્કુલ પણ વિવાદમાં ફસાઈ છે અને તેની CBSE માન્યતા રદ બાતલ કરવા આવી છે. જેને લઈને શાળામાં ભણતા 800થી વધુ બાળકોનાં ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ગઇકાલે આખો દિવસ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાની બહાર બેસીને ધરણાં કર્યાં હતાં. આ સાથે તેમણે આખી રાત પણ શાળાની […]

Top Stories Ahmedabad Gujarat
dps 2 DPS ઇસ્ટ વિવાદ મામલો, CBSEની ટીમ પહોંચી અમદાવાદ એરપોર્ટ

સ્વામી નિત્યાનંદ મુદ્દે અમદાવદ ઈસ્ટની DPS સ્કુલ પણ વિવાદમાં ફસાઈ છે અને તેની CBSE માન્યતા રદ બાતલ કરવા આવી છે. જેને લઈને શાળામાં ભણતા 800થી વધુ બાળકોનાં ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ગઇકાલે આખો દિવસ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાની બહાર બેસીને ધરણાં કર્યાં હતાં. આ સાથે તેમણે આખી રાત પણ શાળાની બહાર જ વિતાવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ માંગ છે કે, આ શાળા ફરીથી શરૂ થાય. જો સરકારે આ શાળાને પોતાને હસ્તક લેવી હોય તો પણ લઇ લે પરંતુ આ શાળા ફરીથી શરૂ થાય અને આ બાળકોનું વર્ષ ન બગાડે તેને લઈને  વાલીઓએ જિલ્લા શિક્ષણઅધિકારીનો ઘેરાવો પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 9 વર્ષમાં મંજુલા શ્રોફ અને સંચાલકોએ શાળાના વિદ્યાર્થીઓ પાસે થી આશરે 50 કરોડથી વધુ ની રકમની ફી લઇને ભૂગર્ભમાં જતા રહ્યાં છે. બનાવટી દસ્તાવેજો ઊભા કરી શિક્ષણ વિભાગ સાથે ફોર્જરી કનાર ડીપીએસ-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ્ કરવાનો CBSEએ નિર્ણય કર્યો હતો.  CBSEએ ડીપીએસ સ્કૂલને બનાવટી દસ્તાવેજો ઊભા કરવા મામલે નોટિસ ફટકારી હતી. જેની મુદત શનિવારે પૂરી થતાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ સ્કૂલની પ્રાથમિક શાળા એટલે કે ધોરણ.1થી 8ની માન્યતા પણ ગુજરાત શિક્ષણ વિભાગે રદ કરી હોવાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઈને વાલીઓ સ્કૂલ કેમ્પસમાં ધરણા પર બેસી ગયા હતાં. તો સાથે સાથે અન્ય કેટલાક વાલીઓએ ગઇકાલે સવારથી ડીઈઓ કચેરી ખાતે પણ ઘેરાવ કર્યો હતો.

વાલીઓ ગઇકાલે સ્કૂલ પર એકઠા થયા હતા. સ્કૂલ મેનેજમેન્ટ સાથે બેઠક કરવા છતાં વાલીઓને સંતોષકારક જવાબ મળ્યો નથી. વાલીઓએ જણાવ્યું કે, સ્કૂલ કેમ બંધ કરવામાં આવી તેના જવાબ માટે સ્કૂલ મેનેજમેન્ટ ને મળ્યા પણ મેનેજમેન્ટ તરફથી ગોળગોળ જવાબ આપ્યાં છે. ગઇકાલે રાતે જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઘરણા પર બેઠા ત્યારે શાળાનાં પ્રિન્સિપાલ હિતેશ પૂરી પણ રાતે તેમને મળવા પહોંચ્યાં હતાં.

ડીપીએસ-ઈસ્ટ સ્કૂલની CBSE માન્યતા રદ કરી હોવાથી હવે ધોરણ 10-12નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા તેમજ અન્ય વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને લગતા નિર્ણયો હવે CBSE ઝોનલ ઓફિસ અજમેરના અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. જે અંગે આજે બુધવારે સીબીએસઈના અધિકારીઓ ગુજરાતમાં આવશે. બાદમાં રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સીબીએસઈ બોર્ડના અધિકારીઓ વચ્ચે એક બેઠક મળશે.

ઉલ્લેખનીય છે કે, લાપતા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે હવે ધરપકડથી બચવા આગોતરા માગ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે મંજુલા શ્રોફના બંગલે અને હિતેન વસંતના ઘરે તપાસ કરી હતી. જોકે, તેઓ ઘરે મળ્યા ન હતા. બંનેના મોબાઈલ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મંજુલા શ્રોફના ઘરે તેમનો દીકરો અને નોકર હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. નોકરોએ મંજુલા શ્રોફ ક્યા છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.