Mumbai/ મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત મળી ધમકી

આજે એટલે કે 31 ઓક્ટોબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે,

Top Stories India
YouTube Thumbnail 2023 10 31T113318.868 મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત મળી ધમકી

આજે એટલે કે 31 ઓક્ટોબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં 400 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, ચાર દિવસમાં અંબાણીને મોકલવામાં આવેલો આ ત્રીજો ધમકીભર્યો ઈમેલ છે. મુંબઈ પોલીસ, તેમની ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ટીમ ઈમેલ મોકલનારને શોધખોળ કરી રહી છે.

અગાઉના ઈમેલનો કોઈ જવાબ ન મળતાં હવે મુકેશ અંબાણી પાસે 400 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

માહિતી અનુસાર, આ પહેલા શનિવારે કંપનીને વધુ એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં 200 કરોડની માગ કરવામાં આવી હતી. સાથે 27 ઓક્ટોબર, શુક્રવારે મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ તરફથી પ્રથમ ઈમેલ મળ્યો જેમાં જાનથી મારી નાખવાની ધમકી અને 20 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.ત્યાર બાદ ઉદ્યોગપતિના સુરક્ષા પ્રભારીએ ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. આ ઈમેલ શાદાબ ખાનના નામે એક યુઝરે મોકલ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત મળી ધમકી


આ પણ વાંચો: Amit Shah-Sardar/ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન

આ પણ વાંચો: National Unity Day/ PM મોદી સરદાર જયંતીના અવસર પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે

આ પણ વાંચો: National Unity Day/ અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’નું કરાવ્યું પ્રસ્થાન