કૃષિ આંદોલન/ હવે માયાવતી આવ્યા ખેડૂતોનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ?

આજે બસપા સુપ્રીમો માયાવતી 65 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા માયાવતીએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.

India
sssss 12 હવે માયાવતી આવ્યા ખેડૂતોનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ?

આજે બસપા સુપ્રીમો માયાવતી 65 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા માયાવતીએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે, દિલ્હીમાં આંદોલન કરનારા ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકાર કરી લે. આ દરમિયાન માયાવતીએ તેમના જન્મદિવસ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને બસપા સુપ્રીમો માયાવતીએ તેમના જન્મદિવસ પર જનતાને સંબોધન કરતા કેન્દ્ર સરકારનાં કોરોના રસી રજૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો, સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સૌને કોરોના રસી મફતમાં આપવા વિનંતી કરી હતી. આ સમય દરમિયાન, માયાવતીએ વચન આપ્યું છે કે જો તેમની પાર્ટીની સરકાર બને છે તો યુપીમાં દરેક નાગરિકને મફતમાં કોરોનાની રસી મળશે.

આ પ્રસંગે તેમણે મહત્વની રાજકીય ઘોષણાઓ પણ કરી છે. તેમણે કહ્યું છે કે, બીએસપી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ નહીં કરે. પાર્ટી તમામ વિધાનસભા સેગમેન્ટ્સમાં જાતે ચૂંટણી લડશે.

Vaccination / કોને અપાશે રસી અને કોને નહીં? કેન્દ્રએ રાજ્યોને આપ્યો આ નિર્…

Political / ખેડૂતોને લઇને આ શું બોલી ગયા BJP સાંસદ સુશીલ મોદી…

farmers-protest / ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી ફરી રસ્તા પર,કોંગ્રેસની વિરોધ રે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો