પશ્ચિમ બંગાળ/ EDની કડક કાર્યવાહી, પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખના ઘરે કરી રહી છે તપાસ, CRPFની ટીમ હાજર

પશ્ચિમ બંગાળમાં TMC નેતા શાહજહાં શેખના ઘરે ED પહોંચી છે. કાર્યવાહીમાં કોઈ મુશ્કેલી ઉભી ના થાય માટે સ્થળ પર CRPFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

Top Stories India Uncategorized
YouTube Thumbnail 8 1 EDની કડક કાર્યવાહી, પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખના ઘરે કરી રહી છે તપાસ, CRPFની ટીમ હાજર

દેશમાં અત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate-ED)દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDએ સંબંધિત કેસોને લઈને પાર્ટીના સંદીગ્ધ નેતાઓને પૂછપરછ માટે સમન્સમ મોકલ્યા છે. જો કે નેતાઓ અનેક વખત સમન્સ મોકલવા છતાં ED સમક્ષ હાજર ના થતા કડક કાર્યવાહી હાથ ધરતા ઘરોમાં તપાસ કરી રહી છે. આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળમાં TMC નેતા શાહજહાં શેખના ઘરે ED પહોંચી છે. શાહજહાં શેખના આવાસના દરવાજાનું તાળું તોડી તપાસ હાથ ધરી છે. તપાસમાં વધુ ઉહાપોહ ના થાય માટે સ્થળ પર CRPFની ટીમ પણ હાજર છે. અગાઉ ED ની ટીમ પર હુમલો થયો હોવાથી આ વખતે તપાસ વખતે CRPFની ટીમને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

EDના અધિકારીઓએ સંદેશખાલી વિસ્તારમાં શાહજહાં શેખના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. EDની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 120 થી વધુ કર્મચારીઓ, સ્થાનિક પોલીસ અને 2 સાક્ષીઓ પણ હાજર હતા. ED અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે અમે આજે શેખના ઘરની તપાસ કરીશું. અમે ત્યાંના રહેવાસીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અગાઉ 5 જાન્યુઆરીના રોજ ED ટીમ શેખના ઘરે પહોંચી હતી ત્યારે લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ લોકોએ અધિકારીઓની ગાડીઓની પણ તોડફોડ કરી હતી. આ ભીડે પત્રકારોને પણ નિશાન બનાવ્યા હતા. લોકો ઇંટો અને પથ્થરોથી હુમલો કરી રહ્યા હતા.

ED Team Attack EDની કડક કાર્યવાહી, પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખના ઘરે કરી રહી છે તપાસ, CRPFની ટીમ હાજર

બંગાળમાં ED અધિકારીઓએ કરોડો રૂપિયાના કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં આજે સવારે (24 જાન્યુઆરી) ઉત્તર 24 પરગણા જિલ્લામાં ફરાર TMC નેતા શાહજહાં શેખના નિવાસસ્થાને ફરીથી દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ સંદેશખાલી વિસ્તારમાં શાહજહાં શેખના ઘરનો દરવાજો તોડ્યો હતો. EDની કાર્યવાહી દરમિયાન 120 થી વધુ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો, સ્થાનિક પોલીસ અને 2 સાક્ષીઓ પણ હાજર હતા.

અમે આજે શેખના ઘરની તપાસ કરીશું. અમે ત્યાંના રહેવાસીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું,” ED અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું. તેણે જણાવ્યું કે ઘરમાં પ્રવેશ્યા બાદ EDના અધિકારીઓએ અંદરથી ગેટ બંધ કરી દીધો અને શોધખોળ શરૂ કરી. તમને જણાવી દઈએ કે શાહજહાં શેખ હાલ ફરાર છે. આજની કાર્યવાહીના 19 દિવસ પહેલા, જ્યારે EDની ટીમ ટીએમસી નેતાના નિવાસસ્થાને પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે કેટલાક લોકોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.


આ પણ વાંચો:પાકિસ્તાન/ઈમરાન ખાન પ્રત્યે આવી નફરત, પુત્રએ ફરકાવ્યો પાર્ટીનો ઝંડો અને પિતાએ કરી હત્યા

આ પણ વાંચો: રાજકોટમાં ઝગડતા જૂથો વચ્ચે મધ્યસ્થી કરાવવા ગયેલાની જ હત્યા

આ પણ વાંચો: વડોદરા બોટકાંડ ઇફેક્ટ: AMC સફાળી જાગી, સાબરમતી રિવર ફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધનો આદેશ, કાંકરીયા તળાવમાં કેમ ચાલુ?