Not Set/ જાણો, મહારાષ્ટ્રમાં ગુનાખોરીનો ભોગ બનતા બાળકોની સંખ્યા

મુંબઈ આજકાલ અવારનવાર ગુનાખોરીનો ભોગ બનતી મહિલાઓ તથા બાળકોની સંખ્યામાં વધરો જોવા મળી રહ્યો છે. ત્યારે જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2017માં ગુનાખોરીનો ભોગ બનતી મહિલાઓ તથા બાળકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો હતો. એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 2017માં મહારાષ્ટ્રમાં ગુનાખોરીનો ભોગ બનતા બાળકોની સંખ્યાની વાત કરવામાં આવે તો 14 ટકા જેટલો […]

India
lalaaa જાણો, મહારાષ્ટ્રમાં ગુનાખોરીનો ભોગ બનતા બાળકોની સંખ્યા

મુંબઈ

આજકાલ અવારનવાર ગુનાખોરીનો ભોગ બનતી મહિલાઓ તથા બાળકોની સંખ્યામાં વધરો જોવા મળી રહ્યો છે. ત્યારે જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2017માં ગુનાખોરીનો ભોગ બનતી મહિલાઓ તથા બાળકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 2017માં મહારાષ્ટ્રમાં ગુનાખોરીનો ભોગ બનતા બાળકોની સંખ્યાની વાત કરવામાં આવે તો 14 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો જયારે મહિલાઓની સંખ્યામાં 2.64 ટકાનો વધારો થયો હતો.

તમને જણાવી દઈએ કે 2016માં ગુનાખોરીનો ભોગ બનનાર બાળકોની સંખ્યા 13.591 હતી જે વધીને  2017માં 15.534 થઇ હતી.

મહત્વનું છે કે આ સર્વેક્ષણનો અહેવાલ રાજ્ય વિધાન મંડળ દ્રારા રજૂ કરવામાં આવ્યો હતો. વિધાન પરિષદના વિપક્ષી નેતા ધનંજય મુંડે કહ્યું હતું કે આ અહેવાલ મુજબ લાગે છે કે ગુનાખોરોને જાણે કોઈનો પણ ભય નથી રહ્યો અને ખુલ્લે આમ ફરી રહ્યા છે પોલીનો પણ તેમને ડર નથી લાગતો જેથી મહિલાઓ અને બાળકો પોતાનો અસલામતીનો અનુભવ કરે છે.