Not Set/ રશિયાના નદી કિનારેથી મળી 54 કપાયેલી હથેળીઓ, સમગ્ર દુનિયામાં સનસની

રશિયા, રશિયામાં બરફથી જામેલી એક નદીના કિનારેથી લાવારિસ બેગમાં માંથી એવી વસ્તુ મળી આવી કે જેના કારણે દુનિયાભરમાં સનસની મચી ગઈ છે. જયારે આ બેગને ખોલવામાં આવી ત્યારે કોઈએ પણ નહિ વિચાર્યું હોય કે આવું પણ કઈ મળી શકશે. સાઈબેરિયા વિસ્તારમાં આવેલ શહેરની અમૂર નદીના કિનારે એક માછીમારને એક લાવારિસ બેગ મળ્યું, જયારે તેણે તે […]

World
information items 7357 રશિયાના નદી કિનારેથી મળી 54 કપાયેલી હથેળીઓ, સમગ્ર દુનિયામાં સનસની

રશિયા,

રશિયામાં બરફથી જામેલી એક નદીના કિનારેથી લાવારિસ બેગમાં માંથી એવી વસ્તુ મળી આવી કે જેના કારણે દુનિયાભરમાં સનસની મચી ગઈ છે. જયારે આ બેગને ખોલવામાં આવી ત્યારે કોઈએ પણ નહિ વિચાર્યું હોય કે આવું પણ કઈ મળી શકશે.

સાઈબેરિયા વિસ્તારમાં આવેલ શહેરની અમૂર નદીના કિનારે એક માછીમારને એક લાવારિસ બેગ મળ્યું, જયારે તેણે તે બેગને ખોલીને જોયું તો તે અચંબામાં મુકાઇ ગયો. સાઈબેરિયામાં નદી કિનારે એક લાવારિસ બેગમાંથી 54 હથેળીઓ મળવાથી સમગ્ર દુનિયામાં સનસની મચી ગઈ છે.

રશિયામાં બનેલી આ ઘટના કારણે પૂરી દુનિયાના હોશ ઉડી ગયા છે, મહત્વનું એ છે કે  હજુ સુંધી આ ઘટના કોઈ ઠોસ પુરાવો નથી મળ્યા.

એક રીપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે, જે નદીના કિનારેથી 54 હથેળીઓ મળી આવી તે નદી ખુબ જ ફેમસ ફિશિંગ સ્પોટ છે. લોકો અહી ઘણીવાર માછલીઓને પકડવા માટે આવતા હોય છે. આ બાબતે અત્યાર સુંધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

નદી અથવા આસપાસના વિસ્તારમાં આવી કોઈ પણ ઘટનાના પુરાવા મળ્યા નથી, જે આનો ઉકેલ આવી શકે. એવામાં 54 કપાયેલા હાથોનું મળવું પોલીસ માટે પણ અધરુ બનતું જઈ રહ્યું છે કે આખરે આ આવ્યું ક્યાંથી અને કોણ આનું જવાબદાર છે?  હાલ તો પોલીસે આ ગુત્થીને ઉકેલવા માટે બેગ સહિત હાથોને જપ્ત કરીને ફોરેન્સિક એક્સપર્ટની પાસે મોકલી દીધા છે.