થાણે
પદ્માવત ફિલ્મના પગલે હિંસક પ્રવૃતિનો દોર હજુ સમ્યો નથી તેવામાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવાની લીલી ઝંડી મળી ગયેલ મહારાષ્ટ્રમાં કલ્યાણ વિસ્તારમાં આવેલા ભાનુ સાગર થીયેટર પર શનિવારે મોડી રાત્રે ૨ અજાણ્યા શખ્શો આવીને પેટ્રોલ બોમ્બ નાખીને ફરાર થઇ ગયા હતા.જોકે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ૨ અજાણ્યા શખ્શ બાઈક પર આવીને થીયેટર ઉપર બોમ્બ ફેકીને નાસી ગયા હતા.
પેટ્રોલ બોમ્બ પદ્માવતી ફિલ્મ પૂરી થવાની ૭ મિનિટ પહેલા જ નાખવામાં આવ્યો હતો.
હાલ આ બંને શંકાસ્પદ વ્યક્તિ અને પેટ્રોલ બોમ્બ પર પોલીસ તપાસ કરી રહી છે.મહત્વનું છે કે યોગ્ય સમયે બોમ્બની જાણ થતા કોઈ પ્રકારની જાનહાની થઇ નહોતી.
પદ્માવત ફિલ્મ અનેક વાર વિવાદસ્પદ રહી છે અને ભારતભરમાં હિંસક સ્વરૂપ પણ લઇ ચુકી છે.બુધવારે દિલ્હીમાં ગુરગાવમાં સ્કુલ બસ કે જેમાં ૨ ડઝન જેટલા બાળકો હતા તેની પર હુમલો કર્યો હતો.આ ઉપરાંત ગુજરાતમાં ઠેર ઠેર એસ ટી બસ સળગવાની ઘટના પણ સામે આવી હતી. તો બીજી બાજુ અમદાવાદમાં ૪ મોલ પર નિશાનો બનાવ્યો હતો જેમ નિર્દોષ લોકોના ૫૦ થી વધુ વાહનો સળગાવીને ખાખ કરી દીધા હતા.
કરણી સેનાના ચીફ લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું હતું કે દેશમાં થતી હિંસક પ્રવૃતિમાં કરણી સેનાનો કોઈ હાથ નથી અને જો પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ નહિ કરવામાં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેશે.
