Not Set/ પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ આ રીતે કરી શકાશે બીજાને ટ્રાન્સફર, જુઓ

દિલ્લી, ભારતીય રેલ્વેમાં યાત્રા માટે કન્ફર્મ ટિકિટ ન મેળવી શકતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલ્વેમાં જયારે કોઈ વ્યક્તિ પોતાની કન્ફર્મ ટિકિટ પર યાત્રા કરી શકતો નથી ત્યારે તે પોતાના પરિવારના અન્ય સભ્ય માટે ટ્રાન્સફર કરી શકે છે. ભારતીય રેલ્વે દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર આ નિયમ અંગે જાણકારી આપવામાં આવી હતી. વર્ષ ૧૯૯૦માં […]

India
i પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ આ રીતે કરી શકાશે બીજાને ટ્રાન્સફર, જુઓ

દિલ્લી,

ભારતીય રેલ્વેમાં યાત્રા માટે કન્ફર્મ ટિકિટ ન મેળવી શકતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલ્વેમાં જયારે કોઈ વ્યક્તિ પોતાની કન્ફર્મ ટિકિટ પર યાત્રા કરી શકતો નથી ત્યારે તે પોતાના પરિવારના અન્ય સભ્ય માટે ટ્રાન્સફર કરી શકે છે. ભારતીય રેલ્વે દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર આ નિયમ અંગે જાણકારી આપવામાં આવી હતી.

વર્ષ ૧૯૯૦માં જાહેર કરવામાં આવેલી રેલ્વેની ગાઈડલાઈન્સ કે જેમાં ૧૯૯૭માં અને ૨૦૦૨માં કરવામાં આવેલા સંશોધનમાં જણાવ્યા મુજબ, કન્ફર્મ ટિકિટ પર યાત્રા ન કરી શકવાની સ્તિથીમાં તે પોતાના માતા-પિતા, ભાઈ, બહેન તેમજ પત્ની કે બાળકોના નામે પોતાની ટિકિટ આપી શકે છે.

આ રીતે કરી શકાશે ટિકિટ ટ્રાન્સફર

પોતાની ટિકિટ કોઈ અન્ય પરિવારજનોના નામ પર ટ્રાન્સફર કરવા માટે તમારે ટ્રેન રવાના થવાના ૨૪ કલાક પહેલા એક અરજી આપવાની રહેશે. જયારે તમે કોઈ લગ્ન સમારોહમાં જવાના હતા પરંતુ કોઈક કારણોસર આ યાત્રામાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે તમે આ કન્ફર્મ ટિકિટ આ સમારોહમાં જઈ રહેલા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ આ પ્રક્રિયા માટે ગ્રુપના હેડ તરફથી ૨૪ કલાક પહેલા અરજી કરવી જરૂરી રહેશે.