તપાસ/ રાજસ્થાન સરકારે અલવર દુષ્કર્મ મામલે CBIને તપાસ સોંપવાનો કર્યો નિર્ણય

અલવર રેપ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ માટે કેન્દ્રને ભલામણ મોકલશે.

Top Stories India
2 10 રાજસ્થાન સરકારે અલવર દુષ્કર્મ મામલે CBIને તપાસ સોંપવાનો કર્યો નિર્ણય

રાજસ્થાન સરકારે અલવર રેપ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ માટે કેન્દ્રને ભલામણ મોકલશે. સીબીઆઈને કેસ સોંપવાનો નિર્ણય રવિવારે મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર સિંહ યાદવ, મુખ્ય સચિવ નિરંજન આર્ય, અધિક મુખ્ય સચિવ ગૃહ અભય કુમાર, પોલીસ મહાનિર્દેશક એએલ લાથેર અને અન્ય અધિકારીઓ હાજર હતા.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર, અલવર જિલ્લામાં માનસિક રીતે અશક્ત કિશોરીના પીડિત પરિવારની ઇચ્છા મુજબ, SOG અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) જેવી કોઈપણ એજન્સી દ્વારા તપાસ કરાવવા માટે તૈયાર છે.

મુખ્યમંત્રી ગેહલોતે આ મામલે વિપક્ષી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા. એક સત્તાવાર નિવેદનમાં ગેહલોતે કહ્યું, “બળાત્કારને કારણે પરિવારના સભ્યોનું શું થશે તેની ચિંતા કર્યા વિના, અલવરના દિવ્યાંગ બાળકીના પ્રકરણમાં રાજકીય રોટલા શેકવા માટે ભાજપ દ્વારા આવો ઘૃણાસ્પદ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત ગંભીર છે. નિંદનીય છે

ભાજપની ટીકા કરતા તેમણે કહ્યું કે તે કિશોરીને ગેંગ રેપ પીડિતા ગણાવી રહી છે, જ્યારે મેડિકલ રિપોર્ટમાં સાબિત થયું છે કે તેણી પર બળાત્કાર કે જાતીય હુમલો થયો નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે બાળકીને થયેલી ઈજાઓનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ગેહલોતે ટ્વીટ કર્યું, “રાજ્ય પોલીસ આ મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. જો હજુ પણ પરિવાર આ બાબતની તપાસ કોઈ ચોક્કસ અધિકારી કે સીઆઈડી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી કે સીબીઆઈ દ્વારા કરાવવા માંગે છે તો રાજ્ય સરકાર પણ તેના માટે તૈયાર છે.હા અને આ ઘટનાની વાસ્તવિકતા બહાર આવવી જોઈએ.