G20 Summit/ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા હવે પ્રતિનિધિમંડળે લીધો આ નિર્ણય

PM ટ્રુડો તેમના પ્રતિનિધિમંડળ અને મીડિયાકર્મીઓ રવિવારે રાત્રે ઘરે જવાના હતા. પ્રસ્થાનના થોડા સમય પહેલા કેનેડિયન સશસ્ત્ર દળોએ એરક્રાફ્ટમાં તકનીકી સમસ્યા શોધી કાઢી હતી

Top Stories India
5 14 કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા હવે પ્રતિનિધિમંડળે લીધો આ નિર્ણય

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં રવિવારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આવી સ્થિતિમાં જ્યાં સુધી એન્જિનિયરિંગ ટીમ આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કેનેડાના પ્રતિનિધિમંડળે ભારતમાં જ રહેવું પડશે. એવું જાણવા મળે છે કે પીએમ ટ્રુડો જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે તેમના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છે. અહેવાલો અનુસાર, કેનેડિયન પ્રતિનિધિમંડળ હવે સોમવારે સવારે નવી દિલ્હીથી ઉડાન ભરશે.

ઉલ્લેખનીય છે કે  PM ટ્રુડો, તેમના પ્રતિનિધિમંડળ અને મીડિયાકર્મીઓ રવિવારે રાત્રે ઘરે જવાના હતા. પ્રસ્થાનના થોડા સમય પહેલા કેનેડિયન સશસ્ત્ર દળોએ એરક્રાફ્ટમાં તકનીકી સમસ્યા શોધી કાઢી હતી જે રાતોરાત ઠીક થઈ શકી ન હતી. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘એરપોર્ટ પર પહોંચ્યા પછી, અમને કેનેડિયન સશસ્ત્ર દળો દ્વારા જાણ કરવામાં આવી હતી કે CFC001 માં તકનીકી સમસ્યા આવી છે. જે નુકસાન થયું છે તે રાતોરાત સુધારી શકાતું નથી. આવી સ્થિતિમાં જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારું પ્રતિનિધિમંડળ ભારતમાં જ રહેશે.

નોંધનીય છે કે પીએમ મોદી અને કેનેડાના વડાપ્રધાન ટ્રુડો વચ્ચે રવિવારે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન મોદીએ તેમને અલગતાવાદને પ્રોત્સાહન આપતા ઉગ્રવાદી તત્વોની ભારત વિરોધી ગતિવિધિઓ અંગે ભારતની મજબૂત ચિંતાઓ વિશે માહિતી આપી હતી. તેઓ રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે અને ત્યાંના ભારતીય સમુદાયને ધમકી આપી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદીએ G20 સમિટ દરમિયાન ટ્રુડો સાથેની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે ‘પરસ્પર સન્માન અને વિશ્વાસ’ પર આધારિત સંબંધ જરૂરી છે.

G20 Summit/કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામે PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવીને કરી આ