Not Set/ સુરત : સરથાણામાં ફૂટપાથ પરથી લોહીમાં લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

સુરત, સુરતના સરથાણામાં એક યુવકની હત્યાની ઘટના સામે  આવી છે.લસકાનામાં ફૂટપાથ પરથી લોહીમાં લથપથ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો  હતો. મૃતકના ગળાના તીક્ષ્ણહત્યાર વડે હત્યા કર્યાની આશંકા છે. મૃતદેહ મળી આવતા આસપાસના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ મામલે સરથાણા પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહની ઓળખ […]

Top Stories Gujarat Surat
aaaam 12 સુરત : સરથાણામાં ફૂટપાથ પરથી લોહીમાં લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

સુરત,

સુરતના સરથાણામાં એક યુવકની હત્યાની ઘટના સામે  આવી છે.લસકાનામાં ફૂટપાથ પરથી લોહીમાં લથપથ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો  હતો. મૃતકના ગળાના તીક્ષ્ણહત્યાર વડે હત્યા કર્યાની આશંકા છે. મૃતદેહ મળી આવતા આસપાસના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

આ મામલે સરથાણા પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહની ઓળખ કરવાની તજવીજની હાથ ધરી હતી. સાથે આ હત્યા કેમ કરવામાં આવી તે અંગે પીએન તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે આ મામલે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મારનાર યુવક ટેમ્પામાં મજૂરી કામ કરતો હતો અને તેનું નામ હીરાલાલ છે તે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો. શુક્રવારની રાત્રે દારૂ પીવાને લઈ થયેલા ઝઘડામાં હીરાલાલ પર ચપ્પુથી હુમલો કરી મારી નંખાયો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.