ભારતનો સૌથી ઉંચો માણસ ધર્મેન્દ્રએ તેના હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માટે યુપી સરકારની મદદ માંગી છે. તેનું કહેવુ છે કે, હુ ઉત્તરપ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથને મળવા આવ્યો હતો. પરંતુ તેઓ કોઇ કારણસર કે કામનાં કારણે ઉપલબ્ધ નહોતા. મે તેમને મારી સહાય કરવા માટેનો એક પત્ર લખ્યો હતો.
ધર્મેન્દ્રની ઉંચાઇ 8.1 ફૂટ છે. તે ભારતનો સૌથી ઉંચો વ્યક્તિ છે. એક તરફ તેના માટે આ ગર્વની વાત છે અને બીજી તરફ આ તેની ઓળખ તેના માટે મુસિબત બનતુ જાય છે. આપને જણાવી દઇએ કે, ધર્મેન્દ્રને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની છે, જે સર્જરીનો ખર્ચ અંદાજે 8 લાખ રૂપિયાનો છે. ધર્મેન્દ્રનું માનવુ છે કે મારી સહાય માટે ઉત્તરપ્રદેશનાં સીએમ આગળ આવીને મદદ કરશે.
આપને જણાવી દઇએ કે દેશનાં સૌથી ઉંચા શખ્સનાં રૂપમાં જાણીતા ધર્મેન્દ્ર ઉત્તર પ્રદેશનાં પ્રતાપગઢનો રહેવાસી છે. ધર્મેન્દ્રની ઉંચાઇ 8 ફૂટ 1 ઈંચ છે. તેણે હિન્દીમાં એમએ પાસ કર્યુ છે. ધર્મેન્દ્રની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના કારણે તેણે પોતાના હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માટે યુપી સરકારની મદદ માંગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.