GSEB 12th Science Result/ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-ગુજકેટનું પરિણામ 12 મે ના રોજ થશે જાહેર, શિક્ષણમંત્રીએ આપી માહિતી

માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.

Top Stories
ધોરણ 12

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

બોર્ડની પરીક્ષાનું પરિણામ અને ગુજકેટનું પરિણામ 12-5-2022ના રોજ સવારે 10.00 વાગ્યે જાહેર થશે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આ અંગે વધુ માહિતી આજે સાંજ સુધીમાં બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.12 કોમર્સના થોડા પેપર ચેક કરવાના બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્યારબાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યારબાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ 2022 ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી. રાજ્યભરમાં 5,461 બ્લોકમાં યોજાનાર પરિક્ષામાં 1,07,694 વિદ્યાર્થીઓ પરિક્ષા માટે નોંધાયાં હતા. અમદાવાદ શહેરના 9,189 જ્યારે અમદાવાદ ગ્રામ્યના 4,983 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજકેટમાં ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. સવારે 10 થી 12 દરમિયાન ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું 40 – 40 માર્કના 120 મિનિટનું સંયુક્ત પેપર લેવાયું હતું. ભૌતિકશાસ્ત્રના 1 માર્કના 40 પ્રશ્નો અને રસાયણશાસ્ત્રમાં પણ 1 માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા. જીવવિજ્ઞાનની 60 મિનિટમાં 40 માર્કની પરીક્ષા લેવાઈ હતી, એક-એક માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા. ગણિતની 60 મિનિટમાં 40 માર્કની પરીક્ષા લેવાઈ હતી, એક-એક માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા.

આ પણ વાંચો:રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, પુનર્વિચાર માટે પણ નવા કેસ નહીં નોંધી શકે 

આ પણ વાંચો:રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે ખાસ બેઠક, ચૂંટણી વ્યૂહરચનાકારની કરાઈ માંગ

આ પણ વાંચો: વાવાઝોડા વચ્ચે સમુદ્રમાં વહેતો જોવા મળ્યો રહસ્યમય સુવર્ણ રથ, જોઈને લોકો રહી ગયા દંગ

આ પણ વાંચો: સ્વિગીએ 5 મોટા શહેરોમાં આ સ્પેશિયલ સર્વિસ કરી બંધ, આ નિર્ણયથી લોકોને થશે મુશ્કેલી