Not Set/ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાને લઈ સુષ્મા સ્વરાજે કરી મહત્વની ઘોષણા

નવી દિલ્હી, વર્તમાન મોદી સરકારમાં વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક સુષ્મા સ્વરાજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાને લઇ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. It is the party which decides, but I have made up my mind not to contest next elections: External Affairs Minister and Vidisha MP Sushma Swaraj pic.twitter.com/G3cHC6pKGh— ANI (@ANI) November […]

Top Stories India Trending
Sushma Swaraj ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાને લઈ સુષ્મા સ્વરાજે કરી મહત્વની ઘોષણા

નવી દિલ્હી,

વર્તમાન મોદી સરકારમાં વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક સુષ્મા સ્વરાજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાને લઇ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

બુધવારે મધ્યપ્રદેશ યોજાનારી વિધાનસભા ચૂંટણીને પ્રસાર પ્રસાર અર્થે આવેલા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, “હું એ મન બનાવી લીધું છે કે, હું ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડીશ નહિ”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટણી લડવા અંગે પાર્ટી વિચાર કરે છે તો તેઓ આ અંગે જરૂરથી વિચાર કરશે”.

જો કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના ચૂંટણી લડવાને લઈ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.

વિદેશ મંત્રી તરીકે છે ખુબ લોકપ્રિય

મોદી સરકારમાં વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજ ખુબ લોકપ્રિય છે. પોતાના આ કાર્યકાળ દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહ્યા છે અને લોકોની ખુબ મદદ કરી ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા છે. આ ઉપરાંત બે વર્ષ પહેલા જ તેઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

સુષ્મા સ્વરાજની રાજનૈતિક કારકિર્દી

સુષ્મા સ્વરાજના રાજનૈતિક કારકિર્દીની વાત કરવામાં આવે તો, તેઓ હાલમાં મધ્યપ્રદેશના વિદિશાથી સાંસદ છે.

આ પહેલા તેઓ રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી રહી ચુક્યા છે તેમજ અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી પણ રહ્યા છે.

ભાજપના પ્રખર વક્તામાંના એક સુષ્મા સ્વરાજ રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે તેમજ તેઓએ ઈમરજન્સી દરમિયાન પણ રાજકારણમાં એક્ટિવ રહ્યા હતા.