Not Set/ ફિલ્મ “બત્તી ગુલ મીટર ચાલુ”નું ત્રીજું સોંગ રિલીઝ, જુઓ શ્રદ્ધા અને શાહિદ જબરદસ્ત ડાન્સ..

મુંબઈ શ્રદ્ધા અને શાહિદ કપૂરની ફિલ્મ “બત્તી ગુલ મીટર ચાલુ” ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ રીલીઝ પહેલા તેનું ત્રીજું સોંગ ‘હાર્ડ હાર્ડ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં પંજાબી ધૂન સાથે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરનો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. […]

Trending Entertainment Videos
hhhhhu e1535533294196 ફિલ્મ "બત્તી ગુલ મીટર ચાલુ"નું ત્રીજું સોંગ રિલીઝ, જુઓ શ્રદ્ધા અને શાહિદ જબરદસ્ત ડાન્સ..

મુંબઈ

શ્રદ્ધા અને શાહિદ કપૂરની ફિલ્મ “બત્તી ગુલ મીટર ચાલુ” ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ રીલીઝ પહેલા તેનું ત્રીજું સોંગ ‘હાર્ડ હાર્ડ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં પંજાબી ધૂન સાથે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરનો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મના ગીત ‘હાર્ડ હાર્ડ’ ને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. આ ગીત મીકા સિંહ, સચેત ટંડન, પ્રકૃતિ કક્કર દ્વારા ગાવામાં આવ્યું છે. ગીતના બોલ સિદ્ધાર્થ-ગરિમાએ લખાયા છે તો અભિજિત વઘનાનીએ મ્યુઝિક આપ્યું છે. આ એક જબરદસ્ત ડાન્સ નંબર છે જે ફિલ્મમાં માત્ર ક્રેડિટ રોલ દરમિયાન બતાવવામાં આવશે.

જુઓ વીડીયો..

અહીં જાણો ફીલની સ્ટોરી વિશે..

ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક નાના નગર પર બનાવવામાં આવી છે અને દિગ્દર્શક શ્રી નારાયણ સિંહે મજાકિયા અંદાજમાં એક ગંભીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. ફીલ્મની વાર્તા વીજળી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા ખોટા બિલ્સ વિશે છે. ફિલ્મમાં શાહિદ આ બાબત સામે અવાજ ઉઠાવે છે. શાહીદ કપૂર કે જે વકીલ છે અને શહીદ કપૂર ત્યારે બળવાખોર બની જાય છે જયારે  સરકારના દબાણના કારણે તેનો મિત્ર (દિવ્યેંદૂ શર્મા) આત્મહત્યા કરી લે છે.

ફીલ્મની વાર્તા વીજળી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા ખોટા બિલ્સ વિશે છે.  ફિલ્મમાં  શાહિદ આ બાબત સામે અવાજ ઉઠાવે છે. શાહીદ કપૂર કે જે વકીલ છે અને શહીદ કપૂર ત્યારે બળવાખોર બની જાય છે જયારે  સરકારના દબાણના કારણે તેનો મિત્ર (દિવ્યેંદૂ શર્મા) આત્મહત્યા કરી લે છે.