Not Set/ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગૂગલને આપી આવી ધમકી … અહીં વાંચો

અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દ્વારા અપાતી ધમકી અને કઠોર કાયદા લાગુ કરવાને લઈ વધુ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેમણે વધુ એક ધમકી આપી દીધી છે. અને આ ધમકી અન્ય કોઈને નહીં પણ સમગ્ર દુનિયામાં સર્ચ એન્જીન સેવા પુરી પાડતી ગુગલ કંપનીને આપી છે. રાષ્ટ્રપતિએ આ ધમકી ગુગલથી નારાજ હોવાને લઈને આપી છે. તેમણે ગૂગલ પર તેમની […]

Top Stories World
page 116 1 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગૂગલને આપી આવી ધમકી ... અહીં વાંચો

અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દ્વારા અપાતી ધમકી અને કઠોર કાયદા લાગુ કરવાને લઈ વધુ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેમણે વધુ એક ધમકી આપી દીધી છે. અને આ ધમકી અન્ય કોઈને નહીં પણ સમગ્ર દુનિયામાં સર્ચ એન્જીન સેવા પુરી પાડતી ગુગલ કંપનીને આપી છે.

રાષ્ટ્રપતિએ આ ધમકી ગુગલથી નારાજ હોવાને લઈને આપી છે. તેમણે ગૂગલ પર તેમની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે અને આ માટે તેમણે કંપની સામે કડક કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી છે. દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન પર આરોપ લગાવતા ટ્રમ્પે જણાવ્યુ કે, જ્યારથી તેમણે પદ સંભાળ્યુ છે, મીડિયા હંમેશા મારી સામે સમાચાર ચલાવી રહ્યુ છે. આ માટે તેમણે સીધી રીતે ગૂગલને જવાબદાર ઠેરવ્યુ છે.

તેમણે આરોપ લગાવ્યો કે ગૂગલ મારી સામે નકારાત્મક સમાચાર સર્ચ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યુ છે. આમ કરવુ ખતરનાક છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે, મીડિયા પર નિશાન સાધતા રહ્યા છે. તેમના નિશાના પર અમેરીકી મીડિયા હાઉસ સીએનએન હંમેશા ઉપર રહ્યુ છે. ત્યારે આ વખતે તેમણે સર્ચ એન્જીન ગૂગલને ચેતવણી આપી દીધી છે.

થોડા દિવસો અગાઉ એક અમેરીકી વેબસાઈટમાં અહેવાલ પ્રકાશિત થયા હતા જેમાં જણાવાયુ હતું કે, ગૂગલ પર ઈડીયટ સર્ચ કરવા પર સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો સામે આવે છે. આને લઈને ખૂબ જ વિવાદ સર્જાયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતું કે, ટ્રમ્પના સમાચારોને ગૂગલ સર્ચ રીઝલ્ટમાં સર્ચ કરવા પર માત્ર નકારાત્મક સમાચાર જ જાવા મળે છે. આ ફેક ન્યુ મીડિયા છે. બીજા શબ્દોમાં કહુ તો કંપનીએ આમાં મારા અને અન્ય સામે હેરાફેરી કરી છે.