Not Set/ એશિયા કપ અન્ડર-19ની ટીમમાં અર્જુન તેંડુલકરને સ્થાન ના મળ્યું

 મુંબઇ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની જુનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશમાં યોજાનાર એશિયા કપ માટે ૧૫ સભ્યોની અંડર-૧૯ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ૨૯ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ એશિયા કપ માટે જુનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી. એશિયા કપ માટે ભારતીય ટીમની કમાન પવન શાહને સોંપવામાં આવી છે.  જ્યારે અનુજ રાવત […]

Trending Sports
9322042 3x2 એશિયા કપ અન્ડર-19ની ટીમમાં અર્જુન તેંડુલકરને સ્થાન ના મળ્યું

 મુંબઇ,

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની જુનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશમાં યોજાનાર એશિયા કપ માટે ૧૫ સભ્યોની અંડર-૧૯ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ૨૯ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ એશિયા કપ માટે જુનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી. એશિયા કપ માટે ભારતીય ટીમની કમાન પવન શાહને સોંપવામાં આવી છે.  જ્યારે અનુજ રાવત અને પ્રબ સિમરન સિંહના રુપમાં ટીમમાં બે-બે વિકેટકિપર હશે. જો કે પસંદગીકર્તાએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટીમમાં સ્થાન નથી આપ્યું.

પસંદગી સમિતિ અર્જુન તેંડુલકરના શ્રીલંકા ટેસ્ટમાં પ્રદર્શનથી નારાજ જોવા મળી રહ્યા છેજેથી તેને એશિયા કપમાં સ્થાન અપાયુ નથી. પસંદગીકર્તાઓએ એશિયા કપ ઉપરાંત લખનઉમાં ૧૨ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ ચતુષ્કોણીય વનડે શ્રેણી માટે પણ ઈન્ડિયા-એ અને ઈન્ડિયા-બીની ટીમ જાહેર કરી છે. અર્જુન તેંડુલકરને ઈન્ડિયા-એમાં પણ સ્થાન મળ્યું નથી.

ઢાકાએશિયા કપ માટે અન્ડર-19ની ટીમ

પવન શાહ (કેપ્ટન)દેવદત્ત પડિકલયશસ્વી જયસ્વાલઅનુજ રાવત (વિકેટકિપર)પ્રબ સિમરનસિંહ (વિકેટકિપર)યશ રાઠોડઆયુષ બદૌનીનેહાલ વધેડાસિદ્ધાર્થ દેસાઈહર્ષ ત્યાગીઅજય દેવ ગોડયાતિન માંગવાનીમોહિત જાંગડાસમીર ચૌધરીરાજેશ મોહંતી