Not Set/ પાકિસ્તાન : લાહોરમાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, ૮ના મોત

લાહોર, પાકિસ્તાનના લાહોરમાં સતત થઈ રહેર વરસાદથી ઓછામાં ઓછા ૮ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૫૦ લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, ૧૦ કલાકમાં ૨૮૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. લાહોરમાં વરસાદ બાદ રોડ, ઘર અને ગાડીઓ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. નાળા ઉભરાયા બાદ હવે […]

World Trending
rainnn પાકિસ્તાન : લાહોરમાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, ૮ના મોત

લાહોર,

પાકિસ્તાનના લાહોરમાં સતત થઈ રહેર વરસાદથી ઓછામાં ઓછા ૮ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૫૦ લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, ૧૦ કલાકમાં ૨૮૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.

41eaf9a30377a4ae697aef94e4b46e0c XL પાકિસ્તાન : લાહોરમાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, ૮ના મોત

લાહોરમાં વરસાદ બાદ રોડ, ઘર અને ગાડીઓ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. નાળા ઉભરાયા બાદ હવે પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેમજ કેટલીક જગ્યાએ વધુ પાણી ભરાઈ જવાના કારણે લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે, જેમને બચાવવા માટે તંત્ર દ્વારા હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો. બચાવ ટુકડીઓ શહેરના વિવિધ ભાગોમાં બચાવ કામગીરી કરી રહી છે. તેમજ કેટલાક વિસ્તારમાં ભૂવા પડી ગયા છે.

3655806653 પાકિસ્તાન : લાહોરમાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, ૮ના મોત

એમ રેસ્ક્યુ ૧૧૨૨ના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, “ગઈ રાતથી આજ સુધી લાહોરમાં ૨૮૦ મિલીમીટર વરસાદ પડતા છેલ્લા ૩૮ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. વરસાદના કારણે માત્ર જનજીવન જ ઠપ થયુ નથી પણ શહેરમાં ૩૫૦ ફીડર્સ ટ્રીપ થતા વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી”.

heavy rain in lahore city 1500061969 6840 પાકિસ્તાન : લાહોરમાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, ૮ના મોત

પાકિસ્તાન તેહરીકે ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને ગટર વ્યવસ્થા માટે જરાય ખર્ચ નહીં કરવા બદલ પાક મુસ્લિમ લીગની સરકારની ટીકા કરી હતી.  ઉપરાંત ભારે વરસાદે લાહોરની ગટર વ્યવસ્થાની પણ પોલ ખોલી દીધી છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ઠપ થયો છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે હવાઈ સેવાને પણ અસર થઈ છે.