Not Set/ મેક્સિકોએ બજારમાં ઉતારી દુનિયાની સૌ પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી

  મેક્સિકોએ દુનિયાની સૌ પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી બજારમાં ઉતારી દીધી છે.  આ રસી સામાન્ય ડેન્ગ્યુના વિરોધમાં ૬૦.૫ ટકા અને ગંભીર લક્ષણોવાળા ડેન્ગ્યુના વિરોધમાં ૯૩.૨ ટકા સુધી અસરકારક હોય છે. મેક્સિકોના આરોગ્ય મંત્રી દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન મુજબ, “આ દુનિયાની પ્રથમ માન્યતાપ્રાપ્ત ડેન્ગ્યુ વિરોધી રસી છે. આ બે વર્ષ સુધી મેક્સિકોવાસીઓ સહિત દુનિયાભરના ૪૦ […]

World
મેક્સિકોએ બજારમાં ઉતારી દુનિયાની સૌ પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી

 

મેક્સિકોએ દુનિયાની સૌ પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી બજારમાં ઉતારી દીધી છે.  આ રસી સામાન્ય ડેન્ગ્યુના વિરોધમાં ૬૦.૫ ટકા અને ગંભીર લક્ષણોવાળા ડેન્ગ્યુના વિરોધમાં ૯૩.૨ ટકા સુધી અસરકારક હોય છે.

મેક્સિકોના આરોગ્ય મંત્રી દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન મુજબ, “આ દુનિયાની પ્રથમ માન્યતાપ્રાપ્ત ડેન્ગ્યુ વિરોધી રસી છે. આ બે વર્ષ સુધી મેક્સિકોવાસીઓ સહિત દુનિયાભરના ૪૦ હજારથી વધારે દર્દીઓ ઉપર પરીક્ષણ કરાયા બાદ મંજુરી આપવામાં આવી છે”.

Dengue vaccine CNNPH મેક્સિકોએ બજારમાં ઉતારી દુનિયાની સૌ પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી

નિવેદનના જણાવ્યા મુજબ, “આ રસીનો ઉપયોગ કરી ડેન્ગ્યુથી પીડિત ૮ હજારથી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ થતા અટકાવી શકાય છે, એટલે કે વર્ષે ૧૦૪ લોકોના જીવ બચાવી શકાય છે. સાથે જ દર વર્ષે સારવાર પર થનાર ૧.૧ અબજ રૂપિયા (૬.૪ કરોડ ડોલર)નો ખર્ચ પણ બચી શકે છે”.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા મુજબ, “દુનિયાની આશરે ૪૦ ટકા વસ્તી (૩.૯ કરોડ) લોકોને ડેન્ગ્યુ થવાનો ખતરો રહેલો છે. મચ્છરજન્ય વાયરસથી દર વર્ષે ૧૨૮થી વધારે દેશોના લગભગ ૪૦ કરોડ લોકોમાં તે સંક્રમિત થાય છે.

મેક્સિકોમાં ૨૦૧૪માં ડેન્ગ્યુના કુલ ૩૨૧૦૦ કેસ સપાટી પર આવ્યા હતા, જેમાં ગંભીર લક્ષણોવાળા ડેન્ગ્યુના ૮૬૬૮ કેસ સપાટી પર આવ્યા હતા. આના સારવાર પાછળ દેશમાં ૩.૨ અબજ રૂપિયા (૧૮.૭ કરોડ ડોલર)નો ખર્ચ કરવામાં આવ્યો છે.