Not Set/ રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, લાંબા સમય બાદ આખરે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. ગઈકાલે કેટલાક વિસ્તારોમાં બપોરે તો કેટલાક વિસ્તારમાં મોડી સાંજે શરુ થયેલ વરસાદ આજે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ રહ્યો હતો. ગઈકાલે મંગળવારે સાંજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના 130 […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat
heavyrain રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ,

લાંબા સમય બાદ આખરે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. ગઈકાલે કેટલાક વિસ્તારોમાં બપોરે તો કેટલાક વિસ્તારમાં મોડી સાંજે શરુ થયેલ વરસાદ આજે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ રહ્યો હતો. ગઈકાલે મંગળવારે સાંજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે.

rain monsoon759 e1530715895220 રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના 130 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે. સૌથી વધુ સુરતના ચોર્યાસીમાં  5 ઈંચ વરસાદ પડ્યો છે. સુરત ઉપરાંત જલાલપોર, સુરત શહેર, નવસારી, ઉમરગામ, વાપી અને કામરેજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.  આ ઉપરાંત ભરુચ, પાટણ, જુનાગઢ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે.

d833c016 7879 11e8 b46a be68571826e9 e1530715970242 રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: બે દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગામી બે દિવસમાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે.  આ ઉપરાંત રાજ્યના 28 તાલુકામાં 2થી 5 ઈંચની મેઘમહેર થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 9.16 ટકા જેટલો વરસાદ પડ્યો છે.

699625 rains3 e1530716043814 રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં પણ આ વખતે વરુણ દેવ જાણે રીસાયા હોય તેવુ લાગતુ હતું પરંતુ મંગળવાર સાંજથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં શરુ થયેલ વરસાદ આજે સવારે પણ ચાલુ રહ્યો હતો. જેથી શહેરીજનોને ગરમીમાંથી તેમજ બફારામાંથી મોટી રાહત મળી છે.