Covid-19/ બ્રિટિશ PM બોરિસ જ્હોન્સને ભારતની મુલાકાત કરી રદ, જાણો શું છે કારણ?

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની ભારત મુલાકાત રદ કરી દીધી છે. મંગળવારે તેની ઘોષણા કરવામાં આવી હતી. તેઓ જાન્યુઆરીનાં અંતમાં ભારતની મુલાકાતે આવવાના હતા….

World
નલિયા 36 બ્રિટિશ PM બોરિસ જ્હોન્સને ભારતની મુલાકાત કરી રદ, જાણો શું છે કારણ?

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની ભારત મુલાકાત રદ કરી દીધી છે. મંગળવારે તેની ઘોષણા કરવામાં આવી હતી. તેઓ જાન્યુઆરીનાં અંતમાં ભારતની મુલાકાતે આવવાના હતા. આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તેઓ મુખ્ય મહેમાન હતા. બ્રિટનમાં કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તેમણે ભારતની તેમની મુલાકાત રદ કરી છે.

બ્રિટનમાં વડા પ્રધાન કાર્યાલયનાં પ્રવક્તાએ કહ્યું કે, “વડા પ્રધાને આજે સવારે PM નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, તેઓ આ મહિનાનાં અંતમાં ભારત આવી શકશે નહીં. ગત રાત્રીથી સમગ્ર બ્રિટનમાં લોકડાઉન લાગવા અને દેશમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનાં ઝડપથી ફેલાવાને જોતાં વડા પ્રધાને કહ્યું છે કે, બ્રિટનમાં રહેવું તેમના માટે જરૂરી છે જેથી તેઓ કોરોના નિયંત્રણનાં પ્રયત્નો પર નજર રાખી શકે.”

આ વખતે બોરિસ જ્હોન્સન મુખ્ય મહેમાન તરીકે ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવાના હતા. દેશમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી, દેશમાં 26 જાન્યુઆરી, 1950 નાં રોજ નવું બંધારણ અમલમાં આવ્યું હતુ. પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે દેશનાં રાષ્ટ્રપતિને આમંત્રણ આપવાની પરંપરા રહી છે. ગયા વર્ષે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જે બોલ્સોનારોએ મુખ્ય મહેમાન તરીકે સમારોહમાં ભાગ લીધો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Vaccine / બિલ ગેટ્સે જાણો કેમ કર્યા ભારતનાં વખાણ…

yaman / ભૂખથી હાડપિંજરમાં ફેરવાઇ ગયું બાળકનું શરીર, જોઇને ચોંકી ગઇ દ…

Vaccine / અહીં ફાઈઝરની રસી આપ્યાના બે દિવસ પછી આરોગ્ય કર્મચારીનું મોત,…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો