Not Set/ અમેરિકા : કુદરતી ગેસની દુર્ઘટનાના વિસ્ફોટના લીધે ૩૯ ઘર આગમાં ખાખ, ૧ નું મૃત્યુ, ૧૦ ઘાયલ

વોશિંગ્ટન અમેરિકામાં મેસાચુસેટ્સમાં દક્ષિણ બોસ્ટનમાં ગેસ વિસ્ફોટ થવાથી આશરે ૩૯ ઘરોમાં આગ લાગવાથી ઘણું નુકશાન થયું હતું. આ વિસ્ફોટમાં એક ૧૮ વર્ષીય છોકરાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ૧૦ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લિઓનેલ રોનડન નામક આ યુવકને બોસ્ટનની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ […]

World Trending
fire અમેરિકા : કુદરતી ગેસની દુર્ઘટનાના વિસ્ફોટના લીધે ૩૯ ઘર આગમાં ખાખ, ૧ નું મૃત્યુ, ૧૦ ઘાયલ

વોશિંગ્ટન

અમેરિકામાં મેસાચુસેટ્સમાં દક્ષિણ બોસ્ટનમાં ગેસ વિસ્ફોટ થવાથી આશરે ૩૯ ઘરોમાં આગ લાગવાથી ઘણું નુકશાન થયું હતું. આ વિસ્ફોટમાં એક ૧૮ વર્ષીય છોકરાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ૧૦ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લિઓનેલ રોનડન નામક આ યુવકને બોસ્ટનની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના ગુરુવારે ૫ વાગ્યે બની હતી. લોરેન્સ, એન્ડોવર અને નોર્થ એન્ડોવરની ઘણી બિલ્ડીંગમા વિસ્ફોટ થયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ પાછળનું સાચું કારણ હજુ જાણવા નથી મળ્યું. વિસ્ફોટનું કારણ જાણવા માટે પોલીસ હાલ પ્રયત્ન કરી રહી છે.

Firefighters battle a fire in a house in Lawrence, Mass. on Sept. 13 2018.

Firefighters battle a fire in a house in Lawrence, Mass.

એન્ડોવરના ઓફિસિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે ગુરુવારે રાત્રે ૩૫ ઘરોમાં વિસ્ફોટ થયો હતો. જેમાના ૧૮ ઘરમાં એક સરખા સમયે વિસ્ફોટ થયો હતો.

Multiple fire trucks from surrounding communities arrive Thursday, Sept. 13, 2018, in Lawrence, Mass., responding to a series of fires triggered by a problem with a gas line that feeds homes in several communities north of Boston.

In this image take from video provided by WCVB in Boston, firefighters battle a large structure fire in Lawrence, Mass, a suburb of Boston, Thursday, Sept. 13, 2018. Emergency crews are responding to what they believe is a series of gas explosions that have damaged homes across three communities north of Boston.

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા ૨૩ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ અલગ અલગ બિલ્ડીંગ અને ઘરોમાં થયા હતા. નજીકના વિસ્તારમાં જ વધારે વિસ્ફોટ થયા હતા. સુરક્ષાબળે ગેસની ગંધ આવતા અહીના સ્થાનિક લોકોને પણ પોતાના ઘર ખાલી કરવા માટેની સલાહ આપી છે.

મીડિયાના રીપોર્ટ પ્રમાણે વિસ્ફોટ થયેલા વિસ્તારમાં અગ્નિશામક ગાડી દ્વારા આગ કાબુમાં લેવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. એન્ડોવરના પોલીસ વિભાગના પ્રવક્તા એડવર્ડ ગાઈના કહેવા પ્રમાણે આ વિસ્ફોટ ગેસને સંબંધિત મામલો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમે લોકોને સલાહ આપી છે કે જો થોડીક પણ તેમના ઘરમાંથી ગેસની ગંધ આવે તો ઘરની ભાર નીકળી જવું અને ૯૧૧ નંબર પર સંપર્ક કરવો.