Not Set/ અમેરિકા રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું અમારૂ મિશન સફળ રહ્યું,આતંકવાદ સામે લડાઇ ચાલુ રહેશે

બિડેને કહ્યું, કાબુલ છોડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. અમેરિકનોના હિતમાં કાબુલ છોડવાનો નિર્ણય લીધો છે,મારા નિર્ણયનો આદર કરૂ છું

Top Stories World
jo biden123 અમેરિકા રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું અમારૂ મિશન સફળ રહ્યું,આતંકવાદ સામે લડાઇ ચાલુ રહેશે

અમેરિકાએ મંગળવારે યુએસ એરફોર્સના છેલ્લા વિમાન સી -17 ગ્લોબમાસ્ટરની સૈનિકોની પરત ફરવાની ઉડાણ સાથે અફઘાનિસ્તાનમાં તેનું સૌથી લાંબુ યુદ્ધ સમાપ્ત કર્યું છે અમેરિકામાં અલ કાયદા દ્વારા 9/11 ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના માત્ર 11 દિવસ પહેલા જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની અંતિમ ઉડાણ ભરી હતી ,બાદમાં રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકાના નાગરિકોને સંબોધન કરી રહ્યા છે.

બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પરત ફર્યા બાદ પ્રથમ વખત સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમારું મિશન સફળ રહ્યું. તે જ સમયે, તેમણે ફરી એકવાર આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. બિડેને કહ્યું કે અમે અફઘાનિસ્તાન સહિત વિશ્વભરમાં આતંક સામે લડવાનું ચાલુ રાખીશું. પરંતુ હવે અમે કોઈ પણ દેશમાં આર્મી બેઝ નહીં બનાવીએ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે મને ખાતરી છે કે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચવાનો નિર્ણય સૌથી સાચો, બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ હવે સમાપ્ત થયું છે. હું અમેરિકાનો ચોથો રાષ્ટ્રપતિ હતો, આ યુદ્ધ કેવી રીતે સમાપ્ત થશે તે પ્રશ્નનો સામનો કરી રહ્યો હતો. મેં આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકન લોકોને પ્રતિબદ્ધતા આપી, અને મેં મારા નિર્ણયનો આદર કર્યો.

જો બિડેને કહ્યું, અફઘાનિસ્તાનની સરકાર ભ્રષ્ટ હતી. ગનીના ભાગી જવાથી કાબુલમાં અરાજકતા ફેલાઈ હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને દેશ સોંપ્યો. તેમણે કહ્યું કે, અમેરિકનોના બચાવ માટે 6 હજાર સૈનિકો મોકલવામાં આવ્યા હતા. 90 ટકા અમેરિકનોને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, બિડેને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે મજબૂત છે. તાલિબાન 2001 થી મજબૂત બની રહ્યું છે. અફઘાનિસ્તાનના અડધા ભાગ પર તાલિબાનનો કબજો હતો. કાબુલ છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

બિડેને કહ્યું, કાબુલ છોડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. અમેરિકનોના હિતમાં કાબુલ છોડવાનો નિર્ણય લીધો. તેમણે અમેરિકનોના હિતમાં કાબુલ છોડવાનો નિર્ણય જણાવ્યો  દેશવાસીઓને દાવો કર્યો હતો કે કોઈ પણ દેશે આટલી બચાવ કામગીરી અન્ય દેશમાં કરી શકતું નથી.

યુએસ પ્રમુખ બિડેને કહ્યું કે નવી સદીમાં નવા પડકારોનો સામનો કરવો પડશે. તેમાંથી ચીનનો પડકાર પણ છે . સાયબર એટેક પડકારજનક છે. બિડેને કહ્યું કે ભંડોળનો ઉપયોગ અમેરિકનોના હિતમાં કરવામાં આવશે.અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેનને કહ્યું કે તમામ કંમાન્ડરો અને અને તેમની સેવા કરી રહેલા પુરૂષ અને મહિલાઓનો ખાસ આભાર માનું છું કે જેમણે અઉઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે લડ્યા છે.

અમારી હાજરીમાં લાંબા સમય સુધી શાંતિ હતી. એક લાખ 25 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અમે લોકોને વ્યવસાયિક રીતે બહાર કાઢયા. હવે 100 થી 200 અમેરિકનો ત્યાં બાકી છે. 90 ટકા અમેરિકનોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેઓ ત્યાંથી અમેરિકા આવવા માંગે છે તેઓ આવી શકશે. અમેરિકાએ જે કર્યું તે ગૌરવની વાત છે કે અફઘાનિસ્તાનમાં અમારું મિશન સફળ રહ્યું. અમે જે કર્યું તે ભૂલી શકાશે નહીં. અફઘાનિસ્તાનની બચાવ પ્રક્રિયા પૂર્ણ