Political/ અન્ના હજારે એકવાર ફરી બેસી શકે છે અનશન પર, જાણો શું છે કારણ

વર્ષ 2014 પહેલા એક નામ સૌ કોઇનાં મુખ પર હતુ, જેમને બીજા ગાંધી તરીકે પણ ઘણા બોલાવી રહ્યા હતા, જી હા અમે અહી અન્ના હજારેની વાત કરી રહ્યા છીએ. જેઓ છેલ્લા ઘણા સમયથી મીડિયા જગતથી અને પબ્લિક લાઇફથી દૂર છે. જેમણે એકવાર ફરી અનશન પર બેસવાની વાત કહી છે.

Top Stories India
1 2022 02 06T111337.998 અન્ના હજારે એકવાર ફરી બેસી શકે છે અનશન પર, જાણો શું છે કારણ

વર્ષ 2014 પહેલા એક નામ સૌ કોઇનાં મુખ પર હતુ, જેમને બીજા ગાંધી તરીકે પણ ઘણા બોલાવી રહ્યા હતા, જી હા અમે અહી અન્ના હજારેની વાત કરી રહ્યા છીએ. જેઓ છેલ્લા ઘણા સમયથી મીડિયા જગતથી અને પબ્લિક લાઇફથી દૂર છે. જેમણે એકવાર ફરી અનશન પર બેસવાની વાત કહી છે.

આ પણ વાંચો – અંતિમ દર્શન / સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન થતાં બે દિવસનો રાષ્ટ્રીય શોક,અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ શિવાજી પાર્કમાં રાખવામાં આવશે

આપને જણાવી દઇએ કે, સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ હવે મહારાષ્ટ્ર સરકારની દારૂની નીતિ સામે મોરચો ખોલી દીધો છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં અન્ના હજારેએ લિકર પોલિસીમાં ફેરફારની માંગ કરી છે. જો તેમ નહીં કરવામાં આવે તો તેમણે સરકાર સામે ઉપવાસ આંદોલન કરવાની ચેતવણી આપી છે. અન્ના હજારેએ શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક રિમાઇન્ડર પત્ર લખ્યો હતો. પત્રમાં, તેમણે મહારાષ્ટ્ર સરકારનાં સુપરમાર્કેટ અને વૉક-ઇન-શોપમાં વાઇનનાં વેચાણને મંજૂરી આપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે આગળ લખ્યું કે જો સરકાર આ નિર્ણય પાછો નહીં લે તો તેઓ આમરણ ઉપવાસ પર ઉતરશે. અન્ના હજારેએ કહ્યું કે, આ પહેલા પણ તેઓ 3જી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ઠાકરેને પત્ર લખી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. એટલા માટે તેમણે સરકારને યાદ અપાવવા માટે વધુ એક પત્ર લખ્યો છે. અન્ના હજારેએ કહ્યું કે, મુખ્યમંત્રી ઠાકરે સિવાય તેમણે રાજ્યનાં ડેપ્યુટી CM અજિત પવારને પણ પત્ર લખ્યો હતો. પરંતુ તેમના તરફથી પણ કોઈ જવાબ મળ્યો ન હતો. હજારેએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારની દારૂની નીતિ ખૂબ જ ખતરનાક છે. જેના કારણે આવનારી પેઢી નશાની આદી બની શકે છે. અન્ના હજારેએ વધુમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારની દારૂની નીતિ સામે આમરણ ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. તેમણે સરકારની નીતિ સામે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.

આ પણ વાંચો – નડિયાદ /  પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં યોજાયેલી પરેડમાં કેન્દ્રના વિવિધ મંત્રાલયો દ્વારા રજૂ થયેલા ટેબ્લોમાં 34 ટકા વોટ સાથે સંચાર મંત્રાલય-પોસ્ટલ વિભાગનું ટેબ્લો સહુથી પ્રથમ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં વાઇનનાં વેચાણને મંજૂરી આપી છે. હાલમાં રાજ્યમાં ફળો, ફૂલો અને મધમાંથી વાઇનનું ઉત્પાદન થાય છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્યની નાની વાઈન કંપનીઓ અને ખેડૂતોને ફાયદો થશે.