Not Set/ પાકિસ્તાન સંસદમાં બની શરમજનક ઘટના, સાંસદોએ કરી ધક્કા-મુક્કી, જુઓ વિડીયો

જ્યારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન હચમચી ગયું છે. તો તેની સંસદમાં સાંસદો શરમજનક વર્તન કરી રહ્યા છે. ગુરુવારે પાકિસ્તાની સંસદમાં આવું જ કંઈક જોવા મળ્યું હતું, જ્યારે સંયુક્ત સત્ર દરમિયાન શાસક અને વિપક્ષી સાંસદો વચ્ચે ટકરાઈ હતી. તેમની વચ્ચે ધક્કા-મુક્કી કરવામાં આવૈ હતી. મહિલા સાંસદો સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને વિરોધી પક્ષના સાંસદોએ ઇમરાન […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahu 5 પાકિસ્તાન સંસદમાં બની શરમજનક ઘટના, સાંસદોએ કરી ધક્કા-મુક્કી, જુઓ વિડીયો

જ્યારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન હચમચી ગયું છે. તો તેની સંસદમાં સાંસદો શરમજનક વર્તન કરી રહ્યા છે. ગુરુવારે પાકિસ્તાની સંસદમાં આવું જ કંઈક જોવા મળ્યું હતું, જ્યારે સંયુક્ત સત્ર દરમિયાન શાસક અને વિપક્ષી સાંસદો વચ્ચે ટકરાઈ હતી. તેમની વચ્ચે ધક્કા-મુક્કી કરવામાં આવૈ હતી.

મહિલા સાંસદો સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને વિરોધી પક્ષના સાંસદોએ ઇમરાન ખાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાની સંસદના આ તમાશાને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો આ માટે પાકિસ્તાની નેતાઓને ખૂબ ઉડાવી રહ્યા છે. શરમજનક વાત એ છે કે જ્યારે આ હોબાળો થઈ રહ્યો હતો,ત્યારે વડાપ્રધાન ઇમરાન ખાન, પાકિસ્તાની નૌસેના અને વાયુસેનાના વડા અને સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફ સમિતિના અધ્યક્ષ પણ સંસદમાં હાજર હતા.

ગુરુવારે સંયુક્ત સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના ભાષણ દરમિયાન પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ ઘણાં નારા લગાવ્યાં હતાં. સંસદનાં સભ્યો વેલમાં આવ્યા અને ઘણાં નારા લગાવવાનું શરૂ કર્યું. આ સત્ર ઈમરાન ખાન સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર બોલાવવામાં આવ્યું હતું.

https://twitter.com/rose_k01/status/1172170797034524673

રાષ્ટ્રપતિ અલ્વીએ એક વર્ષ પૂરા થવા બદલ ઇમરાન ખાન સરકારને અભિનંદન આપતાની સાથે જ સંસદમાં ખળભળાટ મચી ગયો. વિપક્ષના નેતાએ ઇમરાન ખાનની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું અને તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની નિષ્ફળતા બદલ ઇમરાન સરકારને કોસવા લાગ્યા હતા.

જેને પગલે ઇમરાન ખાનના મંત્રીઓ અને વિપક્ષી નેતાઓ વચ્ચે જોરદાર ચર્ચા થઈ. વિપક્ષના નેતાએ ‘ગો નિયાઝી ગો’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. આને કારણે વેલમાં ઇમરાનના સાંસદો અને વિપક્ષી નેતાઓ વચ્ચે ધક્કા-મૂકી શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે, માર્શલો બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ દખલ કરી હતી, પરંતુ આ પછી પણ, પાક નેતાઓ શાંત ન થયા અને એકબીજા પર હાથ ઉપાડતા જોવા મળ્યા હતા

પાકિસ્તાન સંસદની આ શરમજનક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં પાક નેતાઓના હોબાળો અને નારાઓ જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.