Not Set/ કરુણાનિધિના મૃત્યુ બાદ પુત્રો વચ્ચે છેડાયો સત્તા માટેનો સંઘર્ષ

ડીએમકે ચીફ એમ. કરુણાનિધિના નિધનના થોડા દિવસ બાદ જ પરિવારમાં ભાઈ-ભાઈ વચ્ચે સત્તા સંઘર્ષ શરુ થઇ ગયો છે. સોમવારે કરુણાનિધિના સમાધિ સ્થળ પર જઈને એમના મોટા પુત્ર એમ.કે. અલાગીરીએ દાવો કર્યો કે ડીએમકેની આખી અસલી કેડર એમની સાથે છે. જણાવી દઈએ કે અલાગીરીને કેટલાક વર્ષ પહેલા પાર્ટીમાંથી કાઢી મુકવામાં હતા. અને ત્યારથી તેઓ રાજકારણથી દૂર  હતા. […]

Top Stories India
de56465a 9aaf 11e8 8838 278d266b5e3b કરુણાનિધિના મૃત્યુ બાદ પુત્રો વચ્ચે છેડાયો સત્તા માટેનો સંઘર્ષ

ડીએમકે ચીફ એમ. કરુણાનિધિના નિધનના થોડા દિવસ બાદ જ પરિવારમાં ભાઈ-ભાઈ વચ્ચે સત્તા સંઘર્ષ શરુ થઇ ગયો છે. સોમવારે કરુણાનિધિના સમાધિ સ્થળ પર જઈને એમના મોટા પુત્ર એમ.કે. અલાગીરીએ દાવો કર્યો કે ડીએમકેની આખી અસલી કેડર એમની સાથે છે. જણાવી દઈએ કે અલાગીરીને કેટલાક વર્ષ પહેલા પાર્ટીમાંથી કાઢી મુકવામાં હતા. અને ત્યારથી તેઓ રાજકારણથી દૂર  હતા. એક વર્ષ પહેલા જ એમના નાના ભાઈ અને કરુણાનિધિના બીજા પુત્ર સ્ટાલિનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ બનવવામાં આવ્યા હતા.

પિતાના મૃત્યુના એક અઠવાડિયા બાદ જ અલાગીરીએ પાર્ટી પર પોતાની દાવેદારી દર્શાવી છે. એમણે ખુદને કરુણાનિધિના રાજનીતિક વારસાના અસલી વારસદાર દર્શાવ્યા છે. એમણે સ્ટાલિનને કાર્યકારી અધ્યક્ષ બનાવવાના ફેંસલા પર સવાલ ઉઠાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં સત્તાને લઈને પરિવારમાં સંઘર્ષ વધી શકે છે. મંગળવારે ડીએમકેની મહત્વની બેઠક થવાની છે.

24 alagiri karunanidhi 600 કરુણાનિધિના મૃત્યુ બાદ પુત્રો વચ્ચે છેડાયો સત્તા માટેનો સંઘર્ષ

પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવેલા ડીએમકે નેતા અલાગીરીને બીજીવાર પાર્ટીમાં સામેલ કરવાની માંગ તેજ થઇ ગઈ છે. એમણે પોતે કહ્યું કે પાર્ટીમાં જે કઈ પણ થયું એનાથી એમને ખુબ દુઃખ થયું છે. સોશિયલ મીડિયા પર સમર્થનમાં ઘણા વિડિઓ શેર કરવામાં આવી રહ્યા છે. અને પોસ્ટર દ્વારા દયાનિધિ અલાગીરીને ભવિષ્યના નેતાના રૂપે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. આ સમયે ડીએમકે પ્રવક્તા પણ અલાગીરી મામલે કઈ પણ બોલવાથી બચી રહ્યા છે.

ડીએમકેના એક પ્રવક્તાએ જણાવ્યું કે અમે મંગળવારે પાર્ટીની કાર્યકારી સમિતિની ઇમર્જન્સી મિટિંગ બોલાવી છે. અને જનરલ કાઉન્સિલ પાસે 80 દિવસનો સમય છે. જેમાં તેઓ ભવિષ્યના મહત્વના પદો અને મામલાઓ પર મહત્વનો ફેંસલો લેશે.

collage 7 660 011513022854 e1534146535170 કરુણાનિધિના મૃત્યુ બાદ પુત્રો વચ્ચે છેડાયો સત્તા માટેનો સંઘર્ષ

અલાગીરીએ પિતાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સોમવારે કહ્યું કે માર પિતાના અસલી નજીકના લોકો બધા મારી તરફ છે. તામિલનાડુના બધા સમર્થક મારી સાથે છે અને મને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે કરુણાનિધિના મોટા પુત્ર અલાગીરી ને 2014માં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને તામિલનાડુના એમડીએમકે પાર્ટીના જનરલ સેક્રેટરી વાઇકોને મળવાનું મોંઘુ પડી ગયું હતું. આ વાતથી નારાજ કરુણાનિધિએ અલાગીરીને પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા. તેમજ એમની પ્રાથમિક સદસ્યતાને પણ ખતમ કરી દીધી હતી.