survey/ લ્યો બોલો, આ કોરોના છે કે આંકડાની માયાજાળ? જોણીલો હવે સરકારી સર્વેક્ષણમાં શું બહાર આવ્યું – હાલની સ્થિતિ શું ?

આમ તો પાછલા ઘણા દિવસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અફલાતુન થઇ રહ્યો છે અને સંક્રમણ ઘટી રહ્યું છે, તો મૃત્યુ દર તો તળીયે પહોંચવા આવ્યો છે અને બસ કોરોના હવે દેશમાંથી જવુ જવુ છે, તેવા આંકડા જોવામાં આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારત સરકારનાં આરોગ્ય વિભાદ દ્વારા આપવામાં આવતા રોજીંદા આંકડાનું અવલોકન કરવામાં આવે તો […]

Top Stories India
coronavirus 1594013203 4 લ્યો બોલો, આ કોરોના છે કે આંકડાની માયાજાળ? જોણીલો હવે સરકારી સર્વેક્ષણમાં શું બહાર આવ્યું - હાલની સ્થિતિ શું ?

આમ તો પાછલા ઘણા દિવસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અફલાતુન થઇ રહ્યો છે અને સંક્રમણ ઘટી રહ્યું છે, તો મૃત્યુ દર તો તળીયે પહોંચવા આવ્યો છે અને બસ કોરોના હવે દેશમાંથી જવુ જવુ છે, તેવા આંકડા જોવામાં આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારત સરકારનાં આરોગ્ય વિભાદ દ્વારા આપવામાં આવતા રોજીંદા આંકડાનું અવલોકન કરવામાં આવે તો ઉપરોક્ત વાત સાચી હોય તેવું લાગે. પરંતુ આ રાજ્યમાં સર્વે કરવામાં આવ્યો અને તે પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો તેમાં ઘાટ કઇંક એવો બહાર આવી રહ્યો છે કે, દેશનાં સામાન્ય માણસનાં હદયનાં ધબકારા ઓછા થઇ જાય.

જી હા, કર્ણાટક સરકારના સર્વેના આધારે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ઓછામાં ઓછા 1.93 કરોડ (27.3 ટકા) લોકો 16 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસથી સંક્રમિત હતા અથવા ચેપગ્રસ્ત હતા. રાજ્યમાં કોવિડ -19 ના પ્રસારની આકારણી માટે સરકારે આ સર્વે હાથ ધર્યો છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન ડો.કે.સુધાકરે જણાવ્યું હતું કે રાજ્યના 30 જિલ્લાઓમાં 3 થી 16 to સપ્ટેમ્બર સુધીમાં સર્વે કરવામાં આવ્યો હતો. સુધાકરના મતે, રાજ્ય સરકાર કોવિડ -19 કઇ ઝડપે ફેલાઈ રહી છે તે શોધવા માંગતી હતી. પ્રશ્નએ પણ થઇ રહ્યો છે કે, તો હાલની સ્થિતિ કેવી અને પાછલા મહિનઓનાં સર્વેમાં સંક્રમિતોની આટલી સંખ્યા બહાર આવી છે, તો ત્યારે કેમ સામે આવી નથી. તે કેસનું શું થયું – ત્યારનાં આંકડા અને અત્યારનાં આંકડ કેવી રીતે સેટલ થયા…. 

મંત્રીએ કહ્યું કે સરકારને જિલ્લામાં ચેપ કેવી રીતે ફેલાય છે અને તેનો ફેલાવો કેવી રીતે રોકી શકાય છે તેની સ્પષ્ટ માહિતી હોવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે નમૂનાનું કદ સમગ્ર રાજ્યમાં 16,585 હતું. તેમાંથી 15,624 ના તપાસ અહેવાલો રજૂ કરાયા છે. આઇપીજી સ્ક્રિનિંગની સાથે સાથે રેપિડ એન્ટિજેન પરીક્ષણ અને આરટી પીસીઆર પણ કરવામાં આવ્યું હતું. સર્વેમાં જાણવા મળ્યું છે કે કોવિડ -19 માં મૃત્યુ દર 0.05 ટકા છે.

દિલ્હી, બંગાળ, કેરળ અને મણિપુરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે કેરળ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મણિપુરમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે વધારો થયો છે. તે જ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશ એવા ટોચના રાજ્યોમાં સામેલ હતા જ્યાં કોવિડ -19 કેસ ઘટયા હતા. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે છેલ્લા સાત અઠવાડિયાથી, કોવિડ -19 દરરોજ સરેરાશ કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ કારણોસર આરોગ્ય પ્રણાલી પર બિનજરૂરી રીતે ભારણ પડ્યું નથી, હોસ્પિટલો પરનું દબાણ ઘટી ગયું છે. 

તેમણે કહ્યું કે દેશમાં દરરોજ 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બરની વચ્ચે સરેરાશ 90,346 કેસ નોંધાયા છે, પરંતુ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે દિવસમાં સરેરાશ 45,884 કેસ નોંધાયા છે. ભૂષણે કહ્યું કે ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે, પશ્ચિમ બંગાળમાં સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા 26,865 થી વધીને 36,576, કેરળમાં 77564 થી વધીને 86,792, દિલ્હીમાં 26,450 થી 33,308 અને મણિપુરમાં 2336 થી 3568 થઈ છે.