ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓની વિદેશની ધરતી પર એક પછી એક હત્યા થઇ રહી છે. આતંકવાદીઓની હત્યાથી ભારતમાં અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહેલા વિરોધીનો ઝટકો લાગ્યો છે. વિદેશમાં ભારત વિરોધીઓની થઇ રહેલી હત્યાથી લશ્કર જેવા આતંકીઓ સંગઠનોમાં પણ ભય પેઠો છે.
કેનેડામાં હરદીપ સિંહ નિજ્જર સહિત કેટલાક બનાવમાં હત્યાના ખોટા આરોપ ભારતીય એજન્સીઓ પર લગાવવામાં આવ્યાં પરંતુ ભારત સરકારે તેને ફગાવી દિધા, એટલું જ નહીં ભારતે આતંકવાદીઓની હત્યા પર મગરના આંસુ સારી રહેલા લોકોના દબાવમાં આવ્યા વગર આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવા લઇ વિદેશી સરકારો પર પ્રેશર ઊભું કર્યું છે.
તાજેતરમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીમાંથી એક શાહિદ લતીફની પાકિસ્તાનમાં કથિત રીતે ગોળી મારી હત્યાં કરવામાં આવી હતી. આ ઉપરાંત અડધા ડઝનથી વધારે ભારત વિરોધી આતંકીઓની વિદેશી જમીન પર ઠાર મરાયા છે. જોકે, કેટલીક હત્યાં હજુ પણ શંકાના દાયરામાં છે તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.
શાહીદ લતીફ પઠાણકોટ હુમલા બાદથી NIAની રડાર પર હતો. તેની ઉપર UPA અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંલાવાના રહેવાસી શાહિદ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. તે સિયાલકોટ સેક્ટરનો કમાંડર હતો. હત્યા કેમ અને કોને કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
કરાચીમાં ફારૂકની હત્યા
પાકિસ્તાનના કરાચી શહેરમાં થોડા દિવસ પહેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કૈસર ફારૂકની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. લશ્કર સાથે જોડાયેલા મુફ્તી કૈસર ફારતની સરાજાહેર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે મસ્જિદની બહાર જ કૈસરને ઠાર માર્યો હતો. આ ઉપરાંત લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઇદના પુત્ર કમાલુદ્દીનની મોતના અહેવાલ પણ સામે આવ્યા હતા. જોકે, હજી સુધી તેના મોતની પુષ્ટિ થઇ શકી નથી.
કેનેડામાં ખાલિસ્તાની આતંકીની હત્યા
કેનેડામાં ચાલુ વર્ષે 18 જુન 2023ના રોજ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાં થઇ હતી. કેનેડામાં રહેતા ખાલિસ્તાની સંગઠનમાં નિજ્જરની હત્યા બાદથી ભયનો માહોલ છે. સુત્ર અનુસાર વિદેશમાં ટાર્ગેટ કિલિંગમાં ભારત વિરોધી 16 આતંકવાદીઓની કથિતપણે માર્યા ગયા છે. તેમાંથી મોટા ભાગની ટાર્ગેટ કિલિંગની ઘટનાને પાકિસ્તાન અને કેનેડામાં અંજામ આપવામાં આવ્યો છે. આ તમામ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંલિપ્ત હતા.
નિજ્જર મામલે કેનેડાના બેકફૂટમાં
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાની સરકારે ભારત પર આંગળી ચિંધી હતી. કેનેડા સરકારની આ કાયરતાભરી હરકત પર ભારતે મુંહતોડ જવાબ આપ્યો હતો. બંને દેશ વચ્ચે કૂટનીતિક વિવાદ વકરી રહ્યો છે. કેનેડાની સરકાર આ મામલે કોઇ નક્કર પુરાવા હજુ સુધી રજુ કરી શકી નથી.
અફઘાનિસ્તાનમાં અહંગરની હત્યાં
ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (આઇએસજેકે-ISJK)ના ટોચના આતંકવાદી એઝાઝની પણ ટાર્ગેટ કિલિંગમાં હત્યા થઇ છે. ISJKના આતંકવાદી એઝાઝ અહમદ અહંગર ઉર્ફે અબૂ ઉસ્માન અલ કાશ્મીરી 19 જુલાઇ 2019ના રોજ અફઘાનિસ્તાનના નંગરહારમાં મૃત મળી આવ્યો હતો. અહંગરની હત્યા કોને કરી છે તે હજી સુધી જાણી શકાયું નથી.
ભારત વિરોધીની હત્યાનો સિલસિલો 2022થી શરૂ થયો
વિદેશમાં ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાનો સિલસિલો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મિસ્ત્રી જહૂર ઇબ્રાહિમ ઉર્ફ જાહિદ અખૂંદની હત્યા સાથે થયો હતો. તે IC-814 વિમાન અપહરણકર્તા પૈકી એક હતો. તેને 1 માર્ચ 2022ના રોજ કરાચી શહેરમાં અજ્ઞાત બંદૂકધારીઓ ગોળી મારી હતી. ત્યાર બાદ 19 સપ્ટેમ્બર 2022ના રોજ નેપાળના કાઠમાંડુની બહાર ગોથારમાં ISIના ઓપરેટિવ મોહમ્મદ લાલની અજ્ઞાત શખ્સોએ બંદૂકની ગોળી મારી હત્યા કરી હતી. મોહમ્મદ કાશ્મીર વિદ્રોહીઓની નજીકનો હતો.
હરવિંદની લાહોરમાં હત્યા
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી હરવિંદ સિંહ સંધૂ ઉર્ફે રિંદાની લાશ 19 નવેમ્બર 202ના લાહોરની એક મિલેટ્રી હોસ્પિટલમાં મળી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર માદક દવાઓના ઓવરડોઝના કારણે તેનું મોત થયું હતું. રિંદા પંજાબ પોલીસના હેડક્વાર્ટર પર આરપીજી હુમલા સહિત ભારત વિરોધી અનેક પ્રવૃતીઓમાં સામેલ હતો.
બશીર અહમદ અને ખાલિદ રજાની હત્યા
હિઝબુલ મુઝાહિદ્દીનના લોન્ચિંગ ચીફ અને ટોપ ઓપરેટિવ બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાજ આલમની 20 ફેબ્રુઆરી 2023ના રોજ પાકિસ્તાનના રાવલપીંડિમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારી હત્યા કરી હતી. આ ઉપરાંત હિઝબુલ મુઝાહિદ્દીનના લોન્ચિંગ ચીફ અને ટોપ ઓપરેટિવ બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમની 20 ફેબ્રુઆરી 2023એ પાકિસ્તાનના રાવલપિંડીમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારી હત્યા કરી હતી. ત્યાર બાદ અલબદર મુઝાહિદ્દીનના પૂર્વ કમાંડર સૈયદ ખાલિદ રજાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ કરાચીમાં હત્યા થઇ હતી. આ ઉપરાંત જિહાદી વિચારક સૈયદ નૂર શોલાબરની 4 માર્ચ 2023ના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના બારા ખૈબરમાં હત્યા થઇ હતી.

અવતાર સિંહ ખાંડાની હત્યા
ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના પ્રમુખ અને ભારતમાં વોન્ટેડ આતંકાવી પરમજીત સિંહ પંજવારની 6 મે 2023ના રોજ લાહોરમાં હત્યા થઇ હતી. આ ઉપરાંત અન્ય એક ખાલિસ્તાની આતંકવાદી અવતાર સિંહ ખાંડાની 15 જૂન 2023ના રોજ બ્રિટનના બર્મિંઘમની એક હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગઇ. ખાંડએ માર્ચ મહિનમાં લંડન સ્થિત ભારતીય ઉચ્ચ કમિશન પર હુમલો કર્યો હતો.

