Salman Khan Panvel Farmhouse Dispute 2026: બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેમના પનવેલ ફાર્મહાઉસના પાડોશી કેતન કક્કડ વચ્ચે ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જમીન વિવાદમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા સુધી પહોંચ હોવાનો મતલબ એવો બિલકુલ નથી કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ સામાન્ય નાગરિક કે સેલિબ્રિટી વિરૂદ્ધ માનહાનિકારક વાતો પોસ્ટ કરતો રહે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્મિલા દેશમુખે પાડોશી કેતન કક્કડને સલમાન ખાન વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર મુકેલા તમામ વિવાદાસ્પદ વીડિયો અને પોસ્ટ તાત્કાલિક હટાવવા પર વિચાર કરવા આદેશ આપ્યો છે.
શું છે 2.5 એકર જમીનનો સમગ્ર વિવાદ?(Salman Khan)
કેતન કક્કડ અમેરિકાથી પરત ફરેલા એક રિટાયર્ડ NRI છે. રાયગઢ જિલ્લાના પનવેલ વિસ્તારમાં સલમાન ખાનના પ્રખ્યાત ‘અર્પિતા ફાર્મ્સ’ ની બરાબર બાજુમાં તેમની જમીન આવેલી છે:
રોબોટિક આરોપો: કક્કડનો દાવો છે કે પનવેલની આ 2.5 એકર પહાડી જમીન તેમની માલિકીની છે. તેમનો ગંભીર આરોપ છે કે મહારાષ્ટ્ર વન વિભાગે સલમાન ખાનના રાજકીય પ્રભાવમાં આવીને તેમની જમીનની ફાળવણી રદ કરી દીધી હતી. એટલું જ નહીં, મોટો ગેટ બનાવીને તેમનો રસ્તો રોકી દેવાયો, વીજળી કાપી નાખવામાં આવી અને ત્યાં બનેલું ગણપતિ મંદિર તેમજ ઈકો-ફ્રેન્ડલી ઘર પણ તોડી પાડવામાં આવ્યું.
સલમાન ખાનનો બચાવ: બીજી તરફ, સલમાન ખાનના (Salman Khan)વકીલોએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે કક્કડ જે જમીન ખરીદવા માંગતા હતા તે સોદો જ ગેરકાયદેસર ઠર્યો હોવાથી રદ કરાયો હતો, જેના કારણે તેઓ અકળામણમાં એક્ટરને બદનામ કરી રહ્યા છે.
વિવાદને આપ્યો ધાર્મિક રંગ
જ્યારે સ્થાનિક સ્તરે વિવાદ ન ઉકેલાયો ત્યારે કેતન કક્કડે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. તેમણે યુટ્યુબ અને ફેસબુક પર એવા વીડિયો અપલોડ કર્યા જેમાં સલમાન ખાનના (Salman Khan) 100 એકરના ફાર્મહાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના દાવા કરાયા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એક વીડિયોમાં તેમણે સલમાન ખાનની સરખામણી ક્રૂર શાસક ‘બાબર અને ઔરંગઝેબ’ સાથે કરી નાખી અને અયોધ્યા મંદિરનો ઉલ્લેખ કરીને આખા કેસને કોમી તેમજ ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કર્યો.
આનાથી નારાજ થઈને સલમાન ખાને ગુગલ, યુટ્યુબ, એક્સ (ટ્વિટર) અને ફેસબુક સહિત કક્કડ વિરૂદ્ધ સિવિલ ડિફેમેશન (માનહાનિ) નો મોટો મુકદ્દમો દાખલ કર્યો હતો. નીચલી અદાલતમાંથી રાહત ન મળતાં સલમાને(Salman Khan) હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે જ્યારે આખો માલમો કોર્ટમાં પેન્ડિંગ છે, તો પછી સોશિયલ મીડિયા પર કાદવ ઉછાળવાની શું જરૂર છે? હાલમાં કોર્ટે કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી અને આગામી તારીખે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:સલમાન ખાનની લીગલ નોટિસ પ્રોડ્યુસરે કેમેરા સામે ફાડી, સપોર્ટમાં આવી એક્સ-ગર્લફ્રેન્ડ
આ પણ વાંચો:સલમાન ખાન પાપારાઝી પર ભડક્યા, હોસ્પિટલ બહાર ફોટોગ્રાફરોને આપી કડક ચેતવણી
આ પણ વાંચો:સલમાન ખાને ફાર્મ હાઉસ પર મનાવ્યો પોતાનો 60 મો જન્મદિવસ… ધોની તથા બોલીવુડ સિતારી ઉમટ્યાં…
