Bomb Threat/ મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, જાણો ક્યાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

મોસ્કોથી ગોવા (Moscow To Goa) આવી રહેલા પ્લેનમાં બોમ્બ (Bomb Threat) હોવાની ધમકી મળી છે. તે જ સમયે, આ ધમકી મળ્યા પછી, વિમાનને ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે.

Top Stories World
ધમકી

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ મોસ્કોથી ગોવા (Moscow To Goa) આવી રહેલા પ્લેનમાં બોમ્બ (Bomb Threat) હોવાની ધમકી મળી છે. તે જ સમયે, આ ધમકી મળ્યા પછી, વિમાનને ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. ઘટના અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.ઉઝબેકિસ્તાનના એરપોર્ટના સૂત્રો અનુસાર, રશિયાના પર્મ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા જતી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઇટને સુરક્ષાની ચિંતાઓને કારણે ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી છે. બોર્ડમાં 2 શિશુઓ અને 7 ક્રૂ સહિત કુલ 238 મુસાફરો સવાર છે.

નોંધનીય છે કે અગાઉ 10 જાન્યુઆરીએ ગોવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને બોમ્બની ધમકી મળ્યા બાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટને ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ગોવા ATCને ઈ-મેલ દ્વારા પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ આ બાબતે જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઈટમાં સવાર તમામ 244 મુસાફરોને પ્લેન લગભગ 9.49 કલાકે એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કર્યા બાદ ઉતારવામાં આવ્યા હતા.

વાસ્તવમાં મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ તરત જ તેનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. બોમ્બ વિશેની માહિતી માત્ર અફવા હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનની કફોડી હાલત,હવે શરદી,ખાંસીની દવા માટે પણ વલખાં,માત્ર બે દિવસનો સ્ટોક જ બાકી

આ પણ વાંચો:પેરૂમાં સરકારનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ પર પોલીસે કર્યો બેફામ લાઠીચાર્જ,54 લોકોના મોત

આ પણ વાંચો:ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટરી પર યુકેમાં હોબાળો,PM ઋષિ સુનકે પાકિસ્તાની મૂળના સાંસદને આપ્યો જારેદાર જવાબ

આ પણ વાંચો: UKના સાંસદનો PM મોદીને લઈ BBC પર પક્ષપાતી રિપોર્ટિંગનો આરોપ