Hockey Final/ ભારતીય ટીમે જુનિયર એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને આપી કરારી હાર, હોકીમાં રચ્યો ઈતિહાસ

ઓમાનના સલાલાહમાં રમાઈ રહેલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતીય ટીમે જોરદાર રમત બતાવી છે. આ એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો મુકાબલો પાકિસ્તાન સાથે હતો

Top Stories Sports
16 ભારતીય ટીમે જુનિયર એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને આપી કરારી હાર, હોકીમાં રચ્યો ઈતિહાસ

ઓમાનના સલાલાહમાં રમાઈ રહેલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતીય ટીમે જોરદાર રમત બતાવી છે. આ એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો મુકાબલો પાકિસ્તાન સાથે હતો. ગુરુવારે  રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 2-1થી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ જીત સાથે જ જુનિયર હોકી ભારતીય ટીમ સૌથી વધુ વખત એશિયન ટાઈટલ જીતનારી ટીમ બની ગઈ છે. આ મામલામાં ભારતીય ટીમે 3 વખત ટાઈટલ જીતનાર પાકિસ્તાનને હરાવ્યું છે.

આ જુનિયર એશિયા કપનું આયોજન આઠ વર્ષ પછી કરવામાં આવ્યું હતું. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ વર્ષ 2015માં મલેશિયામાં રમાઈ હતી. આ સમગ્ર સિઝનમાં ભારતીય ટીમે પોતાની જોરદાર રમત બતાવી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાને 9-1થી હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને સેમિફાઈનલમાં મલેશિયાને 6-2થી હરાવ્યું હતું

ઉત્તમ સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે ગ્રુપ મેચોમાં ચાર મેચ રમી હતી, જેમાં તેણે ત્રણમાં જીત મેળવી હતી જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, થાઈલેન્ડ, જાપાન અને ચાઈનીઝ તાઈપેઈની ટીમ સામેલ હતી. ભારતે ગ્રુપ મેચોમાં 39 ગોલ કર્યા હતા, જ્યારે તેની સામે માત્ર બે ગોલ થયા હતા. એકંદરે, ભારતે આ ટુર્નામેન્ટમાં 50 ગોલ કર્યા છે અને માત્ર 4 ગોલ કર્યા છે