Not Set/ સરકારે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને ચીફ ઈકોનોમિક એડવાઇઝર તરીકે કર્યા નિયુક્ત

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિકસલાહકારના નામની જાહેરાત કરી દીધી છે. સરકાર દ્વારા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવી છે. તેમની નિમણુક આગામી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. આ જગ્યા અરવિંદ સુબ્રમણ્યનના જવાથી ખાલી પડી હતી. પ્રોફેસર અરવિંદ સુબ્રમણ્યન આઈએસબીમાં ભણાવતા હતા. આ ઉપરાંત નવા ચીફ ઈકોનોમિક એડવાઇઝર […]

Top Stories India Trending
Government has appointed Krishnamurti Subramanian as Chief Economic Advisor

નવી દિલ્હી,

કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિકસલાહકારના નામની જાહેરાત કરી દીધી છે. સરકાર દ્વારા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવી છે. તેમની નિમણુક આગામી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. આ જગ્યા અરવિંદ સુબ્રમણ્યનના જવાથી ખાલી પડી હતી. પ્રોફેસર અરવિંદ સુબ્રમણ્યન આઈએસબીમાં ભણાવતા હતા. આ ઉપરાંત નવા ચીફ ઈકોનોમિક એડવાઇઝર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન આઈઆઈટી અને આઈઆઈએમના એલ્યુમની છે.

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને શિકાગો બૂથથી પીએચડી કર્યું છે. તેઓ બેંકિંગ,કોર્પોરેટ ગવર્નન્સ અને ઈકોનોમિક પોલીસના એક્સપર્ટ છે. નવા આર્થિક સલાહકારનું ભારતના બેંકિંગ સુધારાઓમાં મોટું યોગદાન છે. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન સેબી (SEBI) અને રિઝર્વ બેંક જેવી કેટલી કમિટીઓમાં રહી ચૂક્યા છે. આ ઉપરાંત કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન બંધનબેંકના બોર્ડમાં પણ શામેલ હતા.  

વચગાળાના બજેટ અગાઉ સરકારને મુખ્ય આર્થિક સલાહકારની નિયુક્તિ કરવાની જરૂરિયાત હતી. તેઓ ઈકોનોમિક સર્વે અને બજેટ બનાવવામાંસરકારની મદદ કરશે. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં મુખ્યઆર્થિક સલાહકાર શોધવા માટે  કમિટીબનાવવામાં આવી હતી. નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણુક અરવિંદ સુબ્રમણ્યન પદ છોડીને ગયાના છ મહિના પછી કરવામાં આવી છે.

અરવિંદ સુબ્રમણ્યને આ પદ પરથી અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. તેઓ ત્રણ વર્ષ સુધી આ પદ પર હતા. ભારતના અગાઉના બે મુખ્ય આર્થિક સલાહકાર રઘુરામ રાજન અને અરવિંદ સુબ્રમણ્યન IMF અને વર્લ્ડ બેંકમાં કામ કરી ચૂક્યા હતા.