ભાવ વધારો/ ધનતેરસનાં દિવસે પણ વધ્યા પેટ્રોલનાં ભાવ, ડીઝલમાં નથી કોઇ ફેરફાર

ધનતેરસનાં દિવસે પણ ઈંધણનાં વધતા ભાવથી રાહત મળી નથી. આજે એટલે કે 2 નવેમ્બરે પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જોકે આજે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Top Stories Business
પેટ્રોલનો ભાવ

આજે ધનતેરસનાં દિવસે પણ ઈંધણનાં વધતા ભાવથી રાહત મળી નથી. આજે એટલે કે 2 નવેમ્બરે પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જોકે આજે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે સવારે જાહેર કરાયેલા રેટ લિસ્ટ મુજબ પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઑક્ટોબરમાં, 31 દિવસમાં 24 દિવસ આ બન્નેનાં ભાવ વધ્યા હતા અને તે દરમિયાન પેટ્રોલ 7.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 8.30 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું હતું.

આ પણ વાંચો – વિવાદાસ્પદ નિવેદન / કેરળમાં બિશપ જાેસેફ પર કોર્ટે કેસ નોંધવાનો આદેશ આપ્યો,વિવાદાસ્પદ નિવેદન મામલે કેસ નોંધાયો

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થઇ રહેલો વધારો હવે સામાન્ય નાગરિકનાં જીવનને વધુ સંઘર્ષમય બનાવી રહ્યો છે. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. આજે રાજધાની  દિલ્હીમાં પેટ્રોલ 110.04 રૂપિયા અને ડીઝલ 98.42 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 115.85 રૂપિયા અને ડીઝલ 106.62 રૂપિયા પ્રતિ લીટર છે, ચેન્નાઈમાં પેટ્રોલ 106.66 રૂપિયા અને ડીઝલ 102.59 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ 110.49 રૂપિયા અને ડીઝલ 101.56 રૂપિયા પ્રતિ લીટર છે. ઑક્ટોબરમાં, પેટ્રોલ 7.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 8.30 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું હતું. મંગળવાર સહિત 26 દિવસમાં પેટ્રોલ 8.20 રૂપિયા અને ડીઝલ 8.65 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દેશમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં તફાવત સમાપ્ત થવાનાં આરે છે. ભારતમાં ડીઝલનું વેચાણ ઓક્ટોબરમાં કોવિડ પહેલાનાં સ્તરને વટાવી ગયું હતું. મહામારી શરૂ થઇ ત્યારથી આ માત્ર બીજી વખત છે. તહેવારોની સીઝન પહેલા ઔદ્યોગિક ગતિવિધિઓમાં તેજી સાથે બળતણની માંગમાં વધારો થવાને કારણે આ થયુ છે. વેચાણનાં પ્રારંભિક ડેટા અનુસાર, જાહેર ક્ષેત્રની કંપનીઓનું ડીઝલનું વેચાણ ઓક્ટોબરમાં 5.86 મિલિયન ટન થયું હતું, જે 2019નાં સમાન મહિનાની સરખામણીમાં 1.3 ટકા વધુ હતું.

આ પણ વાંચો – સૌથી અમીર વ્યક્તિ / વિશ્વના ભૂખ્યા લોકો ભૂખ ખતમ કરવા પોતાના શેર વેચવા માટે તૈયાર છે એલન મસ્ક

અગાઉ ઓક્ટોબર 2020માં પણ ડીઝલનું વેચાણ મહામારી પહેલાનાં સ્તરે પહોંચી ગયું હતું. જો કે, ઓક્ટોબર 2021નું વેચાણ ગયા વર્ષનાં સમાન મહિનાની સરખામણીમાં 5.08 ટકા ઓછું છે. ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના કુલ વપરાશમાં ડીઝલનો હિસ્સો 40 ટકા છે. ડેટા અનુસાર, ઓક્ટોબર 2021માં પેટ્રોલનું વેચાણ 2.48 મિલિયન ટન થયું હતું, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ ચાર ટકાની વૃદ્ધિ દર્શાવે છે. પેટ્રોલનો વપરાશ આ વર્ષની શરૂઆતમાં મહામારી પહેલાનાં સ્તરે પહોંચ્યો હતો. કોવિડ-19 સંક્રમણની બીજી લહેરની શરૂઆત પહેલા માર્ચમાં ઇંધણની માંગ લગભગ સામાન્ય સ્તરે પાછી આવી હતી. જોકે, એરક્રાફ્ટ ફ્યુઅલ ATF ની માંગ સતત ઘટી રહી છે. ઑક્ટોબરમાં ATFનું વેચાણ 4,34,600 ટન હતું, જે 2019 પૂર્વેનાં મહામારીનાં સ્તરથી 34 ટકા ઓછું છે. ઓક્ટોબરમાં LPG નું વેચાણ પણ 6 ટકા વધીને 2.5 મિલિયન ટન થયું છે.