T20 World Cup/ બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો

ઈંગ્લેન્ડે બનાવેલા 163 રનમાં એકલા બટલરે 101 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 67 બોલમાં અણનમ 101 રનની ઈનિંગ્સ રમી જેમાં 6 સિક્સ અને એટલા જ ચોક્કા સામેલ હતા.

Sports
જોશ બટલર

T20 વર્લ્ડકપ 2021માં સોમવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ જીત સાથે ચારમાંથી ચાર મેચ જીતનારી ઈંગ્લિશ ટીમનું સેમિફાઈનલમાં જવાનું નક્કી થઈ ગયું છે. જો આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું છે તો તેનો સૌથી મોટો શ્રેય તેના વિકેટકીપર ઓપનર જોસ બટલરને જાય છે. આ અનુભવી ખેલાડીએ પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારીને ઘણા મહાન રેકોર્ડ બનાવ્યા છે.

જોશ બટલર

આ પણ વાંચો – T20 World Cup / શ્રીલંકાનાં વાનિન્દુ હસરંગાએ ઈંગ્લેન્ડની બે વિકેટ લઇને બનાવ્યો ખાસ રેકોર્ડ

ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડકપ 2021ની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે સોમવારે ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી હતી. ટીમે શ્રીલંકાને 26 રનથી હરાવ્યું હતું. પહેલા રમતા ઈંગ્લેન્ડે 4 વિકેટે 163 રન બનાવ્યા હતા. જોસ બટલરે અણનમ 101 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી છે. જવાબમાં શ્રીલંકાની ટીમ 10 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. આ પહેલા ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝને પણ હરાવ્યા હતા. ત્રણ હાર સાથે ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ છેલ્લી-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. શ્રીલંકાએ 2014માં T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 2010માં આ ખિતાબ જીતી ચૂકી છે. જણાવી દઇએ કે, શ્રીલંકાની ટીમ વિરુદ્ધની આ મહત્વની મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી.

તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 35 રનની અંદર 3 વિકેટ પડી ગઈ હતી, પરંતુ એક છેડે જોસ બટલર અલગ મૂડમાં જોવા મળ્યો હતો. બટલરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ T20 સદી ફટકારી અને એકલા હાથે પોતાની ટીમને 163 રન સુધી પહોંચાડી દીધી. ઈંગ્લેન્ડે બનાવેલા 163 રનમાં એકલા બટલરે 101 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 67 બોલમાં અણનમ 101 રનની ઈનિંગ્સ રમી જેમાં 6 સિક્સ અને એટલા જ ચોક્કા સામેલ હતા. જોસ બટલરે તેની સદી સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા પરંતુ સૌથી રસપ્રદ રેકોર્ડ બોલની સંખ્યાનો હતો. વાસ્તવમાં, બટલરે તેના અણનમ 101 રન રમવા માટે 67 બોલ લીધા જે એક રેકોર્ડ છે. T20 વર્લ્ડકપની કોઈપણ મેચમાં આજ સુધી કોઈ ખેલાડી આટલા બોલ રમવામાં સફળ નથી થયો. આ કિસ્સામાં આ ટોપ-3 ખેલાડીઓ છે.

1. જોસ બટલર (ઈંગ્લેન્ડ) – 67 બોલ – શ્રીલંકા વિરુદ્ધ – શારજાહ – T20 વર્લ્ડકપ 2021

2. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 66 બોલ – ભારત વિરુદ્ધ – બ્રિજટાઉન – T20 વર્લ્ડકપ 2010

3. માર્લોન સેમ્યુઅલ્સ (વેસ્ટ ઈન્ડિઝ) – 66 બોલ – ઈંગ્લેન્ડ વિરુદ્ધ – કોલકાતા – T20 વર્લ્ડકપ 2016

જોશ બટલર

આ પણ વાંચો – T20 World Cup / કોહલીનાં પરિવારને મળી ધમકી, પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યુ- ટીકાનો અધિકાર પણ મર્યાદામાં રહી

શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી સદીની ઇનિંગ્સ સાથે જોસ બટલરનાં નામમાં વધુ કેટલાક વિશેષ આંકડાઓ પણ જોડાઈ ગયા છે. આમાં સૌથી ખાસ રેકોર્ડ દરેક ફોર્મેટમાં સદીનો છે. બટલર હવે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તે મેન્સ T20 વર્લ્ડકપનાં ઈતિહાસમાં સદી ફટકારનાર બીજો ઈંગ્લિશ ખેલાડી બની ગયો છે. તે T20 વર્લ્ડકપનાં ઈતિહાસમાં સદી ફટકારનાર બીજો વિકેટકીપર બેટ્સમેન પણ બની ગયો છે. એટલું જ નહીં, તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર ચોથો ઈંગ્લિશ બેટ્સમેન બની ગયો છે.