Not Set/ બોલિવૂડના આ જાણીતા કોરિયોગ્રાફરના સાળાનું થયું નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ

પરિવારના એક નજીકના મિત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે. એક તબીબી અધિકારીએ જણાવ્યું કે જેસનને કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ઓશિવરા પોલીસ જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે.

Trending Entertainment
રેમો ડિસોઝાના

બોલિવૂડના ડાન્સ કોરિયોગ્રાફર-ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝાના પરિવાર સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સનું અવસાન થયું છે. જેસન વોટકિન્સનો મૃતદેહ મિલ્લત નગર સ્થિત તેમના ઘરેથી મળી આવ્યો છે.

આ પણ વાંચો :બોલિવૂડ સિંગર શાનની માતા સોનાલી મુખર્જીનું નિધન, કૈલાશ ખેરે આપી માહિતી

તેમની બહેન લિઝેલ ડિસોઝાએ વોટકિન્સના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીર શેર કરતા તેણે લખ્યું, ‘કેમ?? તમે મારી સાથે આ કેવી રીતે કરી શકો. હું તને ક્યારેય માફ નહીં કરું.’

remo desuzaa બોલિવૂડના આ જાણીતા કોરિયોગ્રાફરના સાળાનું થયું નિધન, ઘરમાંથી મળ્યો મૃતદેહ

પરિવારના એક નજીકના મિત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે. એક તબીબી અધિકારીએ જણાવ્યું કે જેસનને કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ઓશિવરા પોલીસ જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે.

આપને  જણાવી દઈએ કે, રેમો અને લિઝેલ હાલમાં ગોવામાં છે જ્યાં તેઓ એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા. જેસન વોટકિન્સ ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા. તેણે રેમો ડિસોઝાના તમામ પ્રોજેક્ટ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

જણાવી દઈએ કે, રેમો ડિસોઝા ફાલ્તુ અને એબીસીડી જેવી ફિલ્મો માટે જાણીતા છે. તે એક ડાન્સ એકેડમી પણ ચલાવે છે જ્યાં તે દર વર્ષે ઘણા યુવા ડાન્સરને તાલીમ આપે છે. રેમો ડિસોઝા અત્યાર સુધી ડાન્સ  ઈન્ડિયા ડાન્સ, ઝલક દિખલાજા અને સ્ટાર પ્લસ જેવા શોના જજ રહી ચૂક્યા છે. રેમોને તેની ઉત્તમ  કોરિયોગ્રાફી માટે ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં IIFA એવોર્ડ્સ, ઝી સિને એવોર્ડ્સ અને  સ્ટાર ડસ્ટ એવોર્ડ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :‘ગહરાઇયાં’નું ટ્રેલર રિલીઝ, દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે આપ્યો જોરદાર કિસિંગ સીન, જુઓ

આપને જણાવી દઈએ કે આજે બોલિવૂડ જગતમાંથી રક પછી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા શાહિર શેખે તેના પિતા ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા હતા અને ત્યાર બાદ સિંગર શાનની માતા આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હુવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :કલા જગતને વધુ એક ઝટકો – ફિલ્મ અભિનેતા અને કવિ અરુણ વર્માનું નિધન 

આ પણ વાંચો :શાહિર શેખના પિતા કોરોના સામે હાર્યા જંગ, ગંભીર હાલત બાદ થયું નિધન

આ પણ વાંચો :ફ્રેન્ચ અભિનેતા ગેસ્પાર્ડ ઉલીલનું 37 વર્ષની વયે નિધન,ચાહકોમાં ભારે શોકની લાગણી