લોકાર્પણ/ સોમનાથ મંદિરે PM મોદીના હસ્તે અતિથિગૃહનું કરાશે લોકાર્પણ, CM પણ રહેશે ઉપસ્થિત

પ્રધાનમંત્રી મોદી ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે.

Gujarat Others
અતિથિગૃહનું
  • સોમનાથ મંદિરે અતિથિગૃહનું લોકાર્પણ
  • પી.એમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
  • મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત
  • પૂર્ણેશ મોદી પહોંચશે સોમનાથ

સોમનાથ મંદિર ખાતે નવનિર્મિત અતિથિગૃહનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જનાર છે. રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ તા.૨૧-૦૧-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે જ્યારે યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી સોમનાથ ખાતે ઉપસ્થિતિ રહેશે.

આ પણ વાંચો :ચેતન્ય હનુમાન આશ્રમના મહંતની કરાઇ હત્યા, મૃતદેહ જોઈને લોકો રહી ગયા દંગ

પ્રધાનમંત્રી મોદી ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતવર્ષના  આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં તા.૨૧-૦૧-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે આ ઉદ્ધઘાટન સમારોહ યોજાશે.

આ પણ વાંચો :વડોદરામાં શબવાહિનીને લઈ કરાયેલી RTI માં થયો આ ચોંકાવનારો ખુલાસો

આ આલીસાન ચાર મંજિલા અતિથિ ગૃહ કુલ પ્લોટ ૧૫૦૦૦ ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા ૭૦૭૭.૦૦ ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં ૨ વીવીઆઈપી સ્યુટ રૂમ, ૮ વીવીઆઈપી રૂમ, ૮ વીઆઈપી રૂમ, ૨૪ ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને ૨૦૦ લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.

આ પણ વાંચો : પલસાણામાં સોમ્યા મિલમાં ભીષણ આગ, ત્રણ યુવકોના કરૂણ મોત

આ પણ વાંચો :અસલાલી પાસેથી મળ્યા બે મૃતદેહ, એક ઝાડ પર લટકતો તો બીજો તળાવમાંથી મળતા ચકચાર

આ પણ વાંચો :ગુજરાતમાં દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી, બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર