Not Set/ રોહિંગ્યા મુસ્લિમ આતંકીઓએ ડઝનો હિંદુઓની કતલ કરી

રોહિંગ્યા મુસ્લિમ આતંકવાદીઓએ ઓગસ્ટ-૨૦૧૭માં ડઝનો નિર્દોષ હિંદુઓ પર હુમલા કરીને મારી નાખ્યા હતા. આ તથ્ય એમનેસ્ટી ઇન્ટરનેશનલના તપાસ અહેવાલમાં બહાર આવ્યો છે. સામૂહિક નરસંહાર કરનારા આ સંગઠનનું નામ છે ‘અરસા’. આ અહેવાલમાં જણાવ્યા મુજબ ‘અરસા’એ પોતાના બે હુમલામાં ૯૯થી વધુ સામાન્ય હિન્દુઓની હત્યા કરી નાખી હતી. જો કે ‘અરસા’એ આં હુમલાઓમાં પોતાનો હાથ હોવાની વાતનો […]

World Trending
Rohingya Muslim terrorists killed dozens of Hindus

રોહિંગ્યા મુસ્લિમ આતંકવાદીઓએ ઓગસ્ટ-૨૦૧૭માં ડઝનો નિર્દોષ હિંદુઓ પર હુમલા કરીને મારી નાખ્યા હતા. આ તથ્ય એમનેસ્ટી ઇન્ટરનેશનલના તપાસ અહેવાલમાં બહાર આવ્યો છે. સામૂહિક નરસંહાર કરનારા આ સંગઠનનું નામ છે ‘અરસા’.

આ અહેવાલમાં જણાવ્યા મુજબ ‘અરસા’એ પોતાના બે હુમલામાં ૯૯થી વધુ સામાન્ય હિન્દુઓની હત્યા કરી નાખી હતી. જો કે ‘અરસા’એ આં હુમલાઓમાં પોતાનો હાથ હોવાની વાતનો ઇનકાર કર્યો છે. આ હત્યાઓ મ્યાનમારની સેનાની વિરુદ્ધમાં પોતાના પહેલાં હુમલા દરમિયાન સંગઠને કરી હતી.

મ્યાનમારની સેના ઉપર પણ રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર કરવાનો આરોપ લાગેલો છે. ઓગસ્ટ-૨૦૧૭ પછી આશરે સાત લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમ હિંસાના કારણે મ્યાનમાર છોડીને નાસી ગયા છે. આ સંઘર્ષના કારણે મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ વસ્તી પણ વિસ્થાપિત થઈ છે.

એમનેસ્ટીએ બાંગ્લાદેશમાં રહેનારા શરણાર્થીઓના કરેલા ઈન્ટરવ્યુંના આધારે કહેવામાં આવ્યું છે કે, મ્યાનમારના રખાઈન પ્રાંતમાં અરકાન રોહિંગ્યા સોલ્વેશન આર્મી એટલે કે ‘અરસા’ના આતંકવાદીઓએ ઉત્તરી ઈલાકાના મૌંગદા કસ્બાને ઘેરી લઈને જનસંહાર કર્યો હતો. ગત વર્ષ ઓગસ્ટમાં તેમણે પોલીસ ચોકીઓ પર પણ હુમલાઓ કર્યા હતા.

એમનેસ્ટીની તપાસના કારણે માહિતી મળી હતી કે, ‘અરસા’ આતંકવાદીઓએ ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ હિંદુ ગામ અહ નોક ખા મોંગ સેક ઉપર નિર્મમ હુમલો કર્યો હતો. આ હુમલાની પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ પહેલાં ગામની તમામ મહિલાઓ, પુરુષો અને બાળકોને એકઠાં કર્યા હતા અને ગામની બહાર લઈ ગયા હતા. આ પછી તેમણે મારા કાકા, મારા પિતા, મારા ભાઈ બધાને મારી નાખ્યા હતા. કુલ 20 પુરુષ, 10 મહિલાઓ અને ૨૩ મોટા બાળકો, જયારે 14 એવા બાળકો હતા કે જેમની ઉમર આઠ વર્ષથઈ પણ ઓછી હતી. બધાના ગળા કાપીને તેમને તડપાવી તડપાવીને મારી નાખ્યા હતા.”

પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે, “આ પછી તમામને જમીનમાં ચાર મોટી કબર બનાવીને એક સાથે દાટી દીધા હતા. જયારે પાડોશના ગામ ‘યે બૌક ક્યાર’ ના ૪૬ હિંદુઓના શબ હજુ સુધી બરામદ કરી શકાયા નથી. તે દિવસે રોહિંગ્યા મુસ્લિમ આતંકવાદીઓએ એક દિવસમાં કુલ ૯૯ લોકોની હત્યા કરી હતી.”

શરણાર્થી મહિલાના બયાન મુજબ મ્યાનમારના ‘નાય પી તો’ પ્રાંતની સરકારે પણ તેની પુષ્ટિ કરી છે. સરકારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાબળોએ સામૂહિક કબરો બરામદ કરી છે. મરનારાઓ મુસ્લિમ ન હતા, હિંદુઓ હતા. તેમને ‘અરસા’ના રોહિંગ્યા મુસ્લિમ આતંકવાદીઓએ માર્યા હતા.