Not Set/ દુનિયા જોશે આત્મનિર્ભર ભારતની તાકાત…બેંગલુરુમાં એર શૉનો પ્રારંભ

@કામેશ ચોકસી – મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ   એયરો ઇન્ડિયા શૉનો અદભુત કાર્યક્રમ આજથી બેંગલુરુમાં એશિયાનાં સૌથી મોટા એયરો ઇંડિયા શોનો પ્રારંભ થઇ ચુકયો છે.આ કાર્યક્રમ પાંચ ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત પોતાની તાકાત સમગ્ર દુનિયાને બતાડશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત ત્રણ પ્રમુખો સામેલ થયા હતા.   આત્મનિર્ભર ભારતનો આકાશી પરિચય આ કાર્યક્રમમાં […]

India World Trending Tech & Auto
FRONT દુનિયા જોશે આત્મનિર્ભર ભારતની તાકાત...બેંગલુરુમાં એર શૉનો પ્રારંભ

@કામેશ ચોકસી – મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ

 

એયરો ઇન્ડિયા શૉનો અદભુત કાર્યક્રમ

1 4 દુનિયા જોશે આત્મનિર્ભર ભારતની તાકાત...બેંગલુરુમાં એર શૉનો પ્રારંભ

આજથી બેંગલુરુમાં એશિયાનાં સૌથી મોટા એયરો ઇંડિયા શોનો પ્રારંભ થઇ ચુકયો છે.આ કાર્યક્રમ પાંચ ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત પોતાની તાકાત સમગ્ર દુનિયાને બતાડશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત ત્રણ પ્રમુખો સામેલ થયા હતા.

 

આત્મનિર્ભર ભારતનો આકાશી પરિચય

2 2 દુનિયા જોશે આત્મનિર્ભર ભારતની તાકાત...બેંગલુરુમાં એર શૉનો પ્રારંભ

આ કાર્યક્રમમાં એયરક્રાફ્ટે આત્મનિર્ભર નિર્માણમાં ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો.આ ઉપરાંત એયરબોર્ન અર્લી વૉર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એયરક્રાફ્ટે નેત્રા ફોર્મેશનમાં ફ્લાય પાસ્ટ કર્યુ હતુ. આ ઉપરાંત સુખોઇ સુ-30 MKI ફાઇટરે ત્રિશૂલ ફોર્મેશનમાં પોતાની શક્તિનો પરિચય દુનિયાને આપ્યો હતો.

 

સુ-30 MKI ફાઇટર જેટનું પ્રદર્શન

SUKHOI દુનિયા જોશે આત્મનિર્ભર ભારતની તાકાત...બેંગલુરુમાં એર શૉનો પ્રારંભ

આ કાર્યક્રમમાં ભારતીય નૌ સેના સુ-30 MKI ફાઇટર જેટને પણ દર્શાવવામાં આવ્યું.આ ફાઇટર બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું એયર લૉન્ચ વર્ઝન છે.વાયુસેનાનું આ સ્કવોર્ડન આ મિસાઇલમાં લેસ છે,જે 400 કિલોમીટરથી વધુ દુરીનાં લક્ષ્યને પરાસ્ત કરી શકે છે.

 

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યુ

 

PM TWEET દુનિયા જોશે આત્મનિર્ભર ભારતની તાકાત...બેંગલુરુમાં એર શૉનો પ્રારંભ

 

મહત્વપૂર્ણ છે કે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઇન્ડિયા કાર્યક્રમને રક્ષા અને એરોસ્પેસ ક્ષેત્રે સહયોગનો અદભુત મંચ બતાવ્યો અને આ ક્ષેત્રમાં થઇ રહેલા સુધારામાં ભારતનાં આત્મનિર્ભર બનવાનાં પ્રયાસને બળ મળશે.તેમણે ટ્વિટ કર્યુ કે રક્ષા અને એરોસ્પેસ ક્ષેત્રમાં ભારતમાં અસમીતિ ક્ષમતા છે.આ ક્ષેત્રમાં સહયોગ માટે એરો ઇન્ડિયા એક અદભુત મંચ છે.