મહારાષ્ટ્ર/ મુંબઈ નજીકના થાણેમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો, 100 યુવક યુવતીઓની અટક

મહારાષ્ટ્રમાં મુબઈ નજીકના થાણેમાં નવા વર્ષના એક દિવસ પહેલા જ પોલીસે એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. થાણે ક્રાઈમ બ્રાંચની ટીમે પાર્ટી મનાવતા 100 થી વધુ યુવક યુવતીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories India
WhatsApp Image 2023 12 31 at 16.43.11 મુંબઈ નજીકના થાણેમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો, 100 યુવક યુવતીઓની અટક

@નિકુંજ પટેલ

મહારાષ્ટ્રમાં મુબઈ નજીકના થાણેમાં નવા વર્ષના એક દિવસ પહેલા જ પોલીસે એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. થાણે ક્રાઈમ બ્રાંચની ટીમે પાર્ટી મનાવતા 100 થી વધુ યુવક યુવતીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે શનિવારની મોડી રાત્રે 2 વાગ્યે આ દરોડો પાડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નશીલા પદાર્થનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. થાણેના ઘોડબંદર રોડ પર વડવલી પાસે આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસને મોડી રાત્રે રેવ પાર્ટી અંગે માહિતી મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડયો હતો. અટક કરાયેલા યુવક યુવતીઓ નશાની હાલતમાં ડાન્સ કરતા મળી આવ્યા હતા. પોલીસે તેમનો મેડિકલ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. પાર્ટી એક ખાનગી પ્લોટમાં ટાલી રહી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા શખ્સો પાસેથી 70 ગ્રામ ચરસ, 0.41 ગ્રામ એલએસડી, 2.10 ગ્રામ એસ્કેટેસી ટેબ્લેટ, 200 ગ્રામ ગાંજો તથા દારૂ મળી આવ્યો હતો. આ પાર્ટીનું આયોજન કરનારા તેજસ અનિલ કુબલ (23), સુજલ મહાદેવ મહાજન (19)ને પોલીસે ઝડપી લીધા છે.

રેવ પાર્ટીમાં ઘણા પ્રકારના નશીલા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સાંપથી ડંખ મરાવવાથી લઈને ફ્લેવર્ડ કોન્ડોમના પાણીથી નશો કરવામાં આવે છે. સાંપથી એક વાર ડંખ મરાવવાના રૂ.1,500 થી 5,000 સુધીનો ખર્ચ થાય છે. તેનાથી 10 થી 40 સેકન્ડ સુધી ખૂબ બળતરા થાય છે. તેના બાદ પરંમ સુખનો અહેસાસ થાય છે. ત્યારબાદ મસલ્સમાં પીડા થાય છે અને બાદમાં 12 થી 24 કલાક ઉંઘ આવે છે. જેની પાંચ થી સાત દિવસ સુધી અસર રહે છે. અન્ય ડ્ર્સથી સસ્તુ હોવાથી સ્નેક બાઈટના નશાનું ચલણ રેવ પાર્ટીઓમાં વધી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટઆ પણ વાંચો:Maharashtra/છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત

આ પણ વાંચો:Hiranandani/મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે

આ પણ વાંચો:Suicide Case/સરકારી ડૉક્ટરે લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારીને કરી આત્મહત્યા, ખળભળાટ ફેલાયો