Not Set/ એપ્રિલ 2016 પહેલાં હોમ લોન લીધી હશે તો મળશે ફાયદો

મુંબઇ જો તમે એપ્રિલ ૨૦૧૬ પહેલા હોમ લોન લીધી હોય તો તે સસ્તી થવાના પુરા ચાન્સ છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે જૂની હોમ લોનના વ્યાજ દરને એમસીએલઆર સાથે લીંક કરશે. મીન્સ, એપ્રિલ ર૦૧૬ પહેલા હોમલોન બેઇઝ રેટથી જોડાયેલા હતા. પરંતુ ફરિયાદો આવવા લાગી કે બેઇઝ રેટમાં વ્યાજદરો ઘટવાનો ફાયદો નથી દેખાતો તો […]

Business
home loan એપ્રિલ 2016 પહેલાં હોમ લોન લીધી હશે તો મળશે ફાયદો

મુંબઇ

જો તમે એપ્રિલ ૨૦૧૬ પહેલા હોમ લોન લીધી હોય તો તે સસ્તી થવાના પુરા ચાન્સ છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે જૂની હોમ લોનના વ્યાજ દરને એમસીએલઆર સાથે લીંક કરશે. મીન્સ, એપ્રિલ ર૦૧૬ પહેલા હોમલોન બેઇઝ રેટથી જોડાયેલા હતા. પરંતુ ફરિયાદો આવવા લાગી કે બેઇઝ રેટમાં વ્યાજદરો ઘટવાનો ફાયદો નથી દેખાતો તો રિઝર્વ બેંકે ફોર્મ્યુલા પર આધારીત માર્જીનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ લાગુ કરી જે ફંડની કોસ્ટ સાથે જોડાયેલ છે.

રિઝર્વ બેંકે જણાવ્યુ હતું કે આ સિસ્ટમ શરૂ કરતી વખતે માનવામાં આવ્યુ હતુ કે જે લોકો બેઇઝ રેટના આધારે લોન લીધી છે એ લોન પણ આ સિસ્ટમ પર આવી જશે.

હવે,એપ્રિલ ૨૦૧૮ થી દરેક બેંકોને ગ્રાહકોને બેઝ રેટની જગ્યાએ એમસીએલઆર પર હોમ લોનનુ વ્યાજ આપવુ પડશે.જેના પરિણામે આવા હોમ લોન ધારકોને ફાયદો થાય તેમ છે.

આરબીઆઈ દ્વારા બેઝ રેટ ખતમ કર્યા પછી વેટેડ એવરેઝ લેન્ડિંગ 21 મહિનામાં 11.23થી ઘટીને 10.26 ટકા થતાં, તેનો ફાયદો મળે તેમ છે. SBIએ પાછલા મહિનામાં હોમ લોન પર વ્યાજ દર 30 બેઝિસ પોઈન્ટ્સ ઘટાડીને 8.65% કર્યો છે. મોટાભાગના એ લોકો છે જેમને લોન પર લાગુ વ્યાજનો દર MCLR સાથે જોડાયેલા છે. તેમને આ ફાયદો મળ્યો છે.