Not Set/ 7 વર્ષ પહેલા આજના જ દિવસે સચિન તેંડુલકરે એવું કંઈ કર્યું હતું જેના કારણે ઝૂમી ઉઠ્યા હતા ચાહકો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 7 વર્ષ પહેલાં આજના જ દિવસે ક્રિકેટના ઇતિહાસમાં એવો રેકોર્ડ બનાવ્યા હતો, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. 16 માર્ચ, 2012 ના રોજ, સચિનએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેમની 100 મી સદીને પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. એશિયા કપ ટુર્નામેન્ટ દરમિયાન બાંગ્લાદેશનો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ મિરપુર આ ઐતિહાસિક પળનો સાક્ષી બન્યો હતો. જ્યારે […]

Uncategorized
mat 13 7 વર્ષ પહેલા આજના જ દિવસે સચિન તેંડુલકરે એવું કંઈ કર્યું હતું જેના કારણે ઝૂમી ઉઠ્યા હતા ચાહકો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 7 વર્ષ પહેલાં આજના જ દિવસે ક્રિકેટના ઇતિહાસમાં એવો રેકોર્ડ બનાવ્યા હતો, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. 16 માર્ચ, 2012 ના રોજ, સચિનએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેમની 100 મી સદીને પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

એશિયા કપ ટુર્નામેન્ટ દરમિયાન બાંગ્લાદેશનો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ મિરપુર આ ઐતિહાસિક પળનો સાક્ષી બન્યો હતો. જ્યારે બાંગ્લાદેશના સામે સચિને 114 રનોની પારીરમીને આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.

સચિનની આ વનડેમાં 49 મી સદી હતી અને આ પહેલા તેણે ટેસ્ટ મેચમાં 51 સદી ફટકારી ચુક્યા હતા. સચિન 100 ઇન્ટરનેશનલ સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે

સચિનને તેમના 99 મી સદીમાં થી 100 મી સદી સુધી પહોંચવામાં લગભગ એક વર્ષ સુધીનો સમય લાગ્યો હતો. સચિને તેમના 24 વર્ષની કારકિર્દીમાં 463 વનડેમાં 18426 રન બનાવ્યા, જેમાં 49 સદીનો સમાવેશ થાય છે અને 200 ટેસ્ટ મેચોમાં 51 સદી સાથે 15921 રન બનાવ્યા.

સચિન તેંડુલકરે આ ઉપરાંત એક ટી-20 મેચ પણ રમી છે. તેઓએ કુલ 664 ઇન્ટરનેશનલ મેચોમાં 34357 રન બનાવ્યા, જો કે વિશ્વ રેકોર્ડ છે. આ દરમિયાન સચિન 100 સદી અને 164 અર્ધસદી લગાવી છે.