Vaccination/ કોને અપાશે રસી અને કોને નહીં? કેન્દ્રએ રાજ્યોને આપ્યો આ નિર્દેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ બાદ 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે….

India
sssss 11 કોને અપાશે રસી અને કોને નહીં? કેન્દ્રએ રાજ્યોને આપ્યો આ નિર્દેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ બાદ 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે.

તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી શું કરવુ અને શું ન કરવુ તે અંગે જણાવવામાં આવ્યું છે. શનિવારે (16 જાન્યુઆરી) યોજાનારી વેક્સીન રોલઆઉટમાં દેશભરમાં 3,006 સ્થળોએ 3 લાખ આરોગ્ય કર્મચારીઓ સામેલ થવાની સંભાવના છે. દરેક કેન્દ્ર પર 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે.

કોરોના રસીકરણ શરૂ કરતા પહેલા રસીનાં નોંધપાત્ર ડોઝ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીનાં 1.65 કરોડ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકનાં કોવેક્સીન બંને માટે રાજ્યોને એક વ્યાપક ફેક્ટશીટ મોકલી છે. આ DOs અને Don’ts દસ્તાવેજમાં રસી રોલઆઉટ, ફિજિકલ સ્પેસિફિકેશન, ડોઝ, કોલ્ડ ચેન સ્ટોરેજ આવશ્યકતાઓ સુધીની તમામ માહિતી શામેલ છે.

જાણો કોને અપાશે રસી અને કોને નહી આપવામાં આવે

– કોરોના રસી ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે ઉપલબ્ધ રહેશે.

– જો કોઈ વ્યક્તિને અન્ય કોઇ રોગની રસી લેવી હોય, તો કોરોના રસીની રજૂઆત વચ્ચે 14 દિવસનો અંતરાલ હોવો જોઈએ.

– જે મહિલાઓ ગર્ભવતી છે અને જેમને તેમની ગર્ભાવસ્થા વિશે ખાતરી નથી તેમને કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે નહીં.

– સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રથમ ડોઝ જે રસીનો હશે, બીજો પણ આ જ રસીનો ડોઝ હશે. વિનિમય કરવાનો કોઈ હુકમ નથી.

– કોરોના રસીનાં પ્રથમ ડોઝથી ઓનફ્લેક્ટિક અથવા એલર્જિ પ્રતિક્રિયા ધરાવતા લોકોને રસી ન આપવી જોઇએ.

– સ્તનપાન કરાવતી મહિલાઓને રસી આપવામાં આવશે નહીં.

– જો કોઈ વ્યક્તિ કોરોના ચેપગ્રસ્ત છે, તો તેને રસી કોરોનાથી ઠીક થયાના 4 થી 8 અઠવાડિયા બાદ લગાવવામાં આવશે.

– બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ બીમારીથી પીડિત છે, તો તેનું રસીકરણ પણ રિકવરીનાં 4 થી 8 અઠવાડિયા પછી થશે.

– જેમને અગાઉ કોરોનાથી ચેપ લાગ્યો છે, અથવા જેને ઘણી ગંભીર બીમારીઓ (કાર્ડિયાક, ન્યુરોલોજીકલ, પલ્મોનરી, મેટાબોલિક, એચ.આય. વી) છે, તેમને રસી આપી શકાય છે.

Corona Update / દેશમાંથી કોરોના જાય તેવા સંકેત, નવા કેસો 15,677 જ્યારે રિકવર…

કૃષિ આંદોલન / વાતાઘાટનો મુદ્દો શું? કૃષિ કાયદાનું હવે શું ? ઉકેલ આવશે કે પ…

Political / ખેડૂતોને લઇને આ શું બોલી ગયા BJP સાંસદ સુશીલ મોદી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો