વાતાઘાટનો મુદ્દો શું? કૃષિ કાયદાનું હવે શું ? ઉકેલ આવશે કે પછી….

કૃષિ આંદોલન / વાતાઘાટનો મુદ્દો શું? કૃષિ કાયદાનું હવે શું ? ઉકેલ આવશે કે પછી….

કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો 50મો દિવસ પૂર્ણ થયો. કૃષિ કાયદા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપી દીધો છે અને આંદોલનનો ઉકેલ લાવવા માટે સુપ્રિમ કોર્ટે કમિટિની ગઠન કર્યું છે ત્યારે હવે આ અંગે દરેક ખેડૂતો, સરકાર અને વિપક્ષોમાંથી નિવેદન શરૂ થયા છે.

1
2

કૃષિ કાયદાનું હવે શું ?

કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો 50મો દિવસ
કૃષિકાયદા પર સુપ્રિમકોર્ટનો સ્ટે આપ્યો
આંદોલનનો ઉકેલ લાવવા માટે કોર્ટે કમિટિનું કર્યું ગઠન
સુપ્રિમ કોર્ટના સ્ટે બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ
ખેડૂત સંગઠનનો આરોપ, કમિટિના લોકો પહેલાથી કાયદાના સમર્થનમાં
ખેડૂતોની માંગ કાયદા પરત જ લેવાય
સુપ્રિમના સ્ટે બાદ રાજકીય નિવેદનબાજી શરૂ
ભાજપના સાંસદ હેમા માલિનીનું ખેડૂતો અંગે નિવેદન
કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ખબર નથી તે શું ઈચ્છે છે
અમને ખબર છે કોના કહેવાથી ખેડૂતો દેખાવ કરી રહ્યાં છે

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 49મો દિવસ છે. સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાને લાગુ થવાથી અટકાવી દીધા છે. કોર્ટે સરકાર-ખેડૂત સંગઠનો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમિટીની રચના કરી છે એની પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કમિટીમાં સામેલ ચાર લોકો પહેલાં જ કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે. તો આ તરફ ખેડૂતો પણ આંદોલનને ચાલુ રાખવા માટે મક્કમ છે. આજે તેઓ કૃષિ કાયદાની નકલની હોળી કરી રહ્યાં છે. ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું હતું કે જે પ્રદર્શન કરી રહ્યા છે તેમને તો પોતાને જ ખબર નથી કે તે શું ઈચ્છે છે અને કૃષિ કાયદામાં શું વાંધો છે? આનાથી ખબર પડે છે કે તે કોના કહેવાથી દેખાવો કરી રહ્યા છે.હેમા માલિનીએ એવું પણ કહ્યું કે, કૃષિ કાયદાના અમલને અટકાવવો સારી વાત છે, આનાથી મામલો શાંત થવાની આશા છે. ખેડૂત ઘણા વખતની ચર્ચા પછી પણ માનવા માટે તૈયાર નથી.

સુપ્રિમનો નિર્ણય કોંગ્રેસે આવકાર્યો
પરંતુ સુપ્રિમે ગઠન કરેલી કમિટિ પર સવાલ ઉઠાવ્યા
કમિટિના સભ્યો પહેલાથી કૃષિ કાયદાના સમર્થનમાં
કમિટિના સભ્યો પહેલેથી જ મોદીજી સાથે

આ બાજુ કોંગ્રેસે સુપ્રિમ કોર્ટે ગઠન કરેલી કમિટીના સભ્યો અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ-પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે એને અમે વધાવીએ છીએ, પણ જે ચાર સભ્યની કમિટી બનાવી છે એ ચોંકાવનારી છે. આ ચાર સભ્ય પહેલાંથી જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચૂક્યા છે. આ લોકો ખેડૂતો સાથે શું ન્યાય કરશે એ સવાલ છે? તેમણે વધુમાં કહ્યું હતું કે આ ચારેય તો મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશે.

કમિટિ અંગે ખેડૂત નેતાની સ્પષ્ટતા
અમે કમિટિ બનાવવાની માગ કરી નથી
કાયદા પર સ્ટે બાદ પણ આંદોલન ચાલુ રહેશે
કાયદો પરત ખેંચાય તે જ અમારી માગ
કમિટિ અંગે બેઠક બાદ આ અંગે નિર્ણય અમે લઈશું

સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલા સમિતિ મામલે ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે. આ સાથે જ પ્રદર્શનનું સ્થળ પણ નહીં બદલાય. કિસાન નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે, અમે સમિતિ બનાવવાનું કહ્યું ન હતું. અમે કાયદો પરત લેવાની માંગણી કરી રહ્યા છીએ. સરકાર જ્યાં સુધી કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. ટિકેતે કહ્યું કે, જિતેન્દ્ર માન સિંહ અમારા સંગઠનમાં નથી. અમે તેમને ઓળખતા નથી. અમે બેઠક પછી કોઈ નિર્ણય કરીશું.

હવે જોવાનું એ રહ્યું કે સુપ્રિમ કોર્ટે બનાવેલી કમિટિની બેઠકમાં ખેડૂતો બેસે છે કે નહીં. સરકાર કાયદો પરત ખેંચશે કે નહીં. સુપ્રિમકોર્ટ હવે આંદોલન પર શુ નિર્ણય કરશે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…


More Stories


Loading ...