અગસ્ટા વેસ્ટલેન્ડ કેસના સહ આરોપી ગૌતમ ખેતાનના જામીન રદ કરવાની ઇડીની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
અગસ્ટા વેસ્ટલેન્ડ કેસના સહ આરોપી ગૌતમ ખેતાનના જામીન રદ કરવાની ઇડીની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. કોર્ટે એક નોટિસ પાઠવી છે અને 20 જાન્યુઆરી સુધીમાં ગૌતમ ખેતાન પાસેથી જવાબ માંગ્યો છે. આ સાથે કોર્ટે ગૌતમ ખેતાનની પૂછપરછ માટે ઇડીને મંજૂરી આપી દીધી છે.
રાઉઝ એવન્યુ કોર્ટે શનિવારે સહ આરોપી વકીલ ગૌતમ ખેતાનની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન ઇડીએ જામીન રદ કરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટે ગૌતમ ખેતાનને નોટિસ પાઠવી 20 જાન્યુઆરી સુધી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી ફક્ત 20 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે કોર્ટે ઇડીને ગૌતમ ખેતાનની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. ઇડી 3 જાન્યુઆરીએ ગૌતમ ખેતાનની પૂછપરછ કરશે.
ઇડીએ તાજેતરમાં જ ગૌતમ ખેતાનને બ્લેક મની એક્ટ હેઠળ બ્લેક મની કેસમાં ધરપકડ કરી હતી. ખૈતાનને વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે ઇડીને પૂછપરછ માટે વધારાના છ દિવસની મંજૂરી આપી હતી. ઇડીનું કહેવું છે કે તેમને ખેતાનના બે ખાતા વિશે જાણકારી મળી છે જેમાં 50 કરોડની રકમ મળી આવી છે. ઝૈમ્બાબ્વેના બંદા પરિવાર સાથે ખૈતાન ના સંબંધો વિષે જાણવા મળ્યું છે.
ગૌતમ ખેતાનનાં દિલ્હી-એનસીઆર પર આવેલા સ્થાનો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે તેઓએ ખૈતાન સામે પુરાવા એકત્રિત કર્યા છે, જેમાં યુપીએ શાસન દરમિયાન ઓગસ્ટા સિવાયના સંરક્ષણ સોદામાં કથિત લાંચ લેવામાં આવી હતી. આ અગાઉ અગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં સામેલ થવા બદલ ખૈતાનની સપ્ટેમ્બર 2014 માં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં ખૈતાન અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ પાછળ ઉલ્લેખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
