road show/ પીએમ નરેન્દ્ર મોદીએ શિમલામાં રોડ શોમાં દરમિયાન અચાનક ગાડી રોકી

PM નરેન્દ્ર મોદીએ શિમલામાં તેમની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે…

Top Stories India
શિમલામાં PM મોદી

શિમલામાં PM મોદી: PM નરેન્દ્ર મોદીએ શિમલામાં તેમની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. જો કે, એક છોકરી દ્વારા બનાવેલ એક પેઈન્ટિંગ જોઈને તેઓએ કાર રોકી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પીએમ નરેન્દ્ર મોદી યુવતીને મળ્યા અને તેણીએ બનાવેલી પેઇન્ટિંગને ભેટ તરીકે સ્વીકારી. આ દરમિયાન તેમણે યુવતી સાથે વાત પણ કરી અને પૂછ્યું કે શું તમે આ પેઇન્ટિંગ્સ જાતે બનાવો છો? તેના પર યુવતીએ કહ્યું કે હા મેં બનાવી છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે તેને બનાવવામાં કેટલો સમય લાગ્યો તો તેણે કહ્યું કે આ એક જ દિવસમાં બની ગઈ છે.

1 293 પીએમ નરેન્દ્ર મોદીએ શિમલામાં રોડ શોમાં દરમિયાન અચાનક ગાડી રોકી

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ યુવતીનું નામ પણ પૂછ્યું અને કહ્યું કે તમે ક્યાં રહો છો. તેના પર યુવતીએ કહ્યું કે હું શિમલામાં રહું છું. વડાપ્રધાને ભારે ભીડ વચ્ચે હાજર યુવતીના માથા પર હાથ મૂક્યો અને પેઇન્ટિંગ સાથે આગળ વધ્યા. આ પેઇન્ટિંગ તેમની માતા હીરાબેન મોદીની હતી, જેને જોઈને પીએમ નરેન્દ્ર મોદીએ તેમની કાર રોકી હતી. આ બાદ તે પેઇન્ટિંગ હાથમાં લઈને પગપાળા છોકરી પાસે પહોંચ્યા અને થોડીવાર તેની સાથે વાત કર્યા પછી પેઇન્ટિંગને ભેટ તરીકે સ્વીકારી. આટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ બાળકીના માથા પર હાથ રાખીને આશીર્વાદ પણ આપ્યા હતા.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મંગળવારે શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણી સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને પછી રોડ શો કર્યો. પીએમ મોદીએ આ શિમલામાંથી જ કિસાન સન્માન નિધિના 11મા હપ્તા તરીકે 21,000 કરોડ રૂપિયા જાહેર કર્યા.

લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમએ કર્ણાટકના કલબુર્ગીની એક મહિલા સંતોષીને કહ્યું કે તેણીએ જે રીતે તેના વિચારો વ્યક્ત કર્યા તેનાથી તે પ્રભાવિત થયા હતા અને જો તે ભાજપની કાર્યકર હોત તો ચૂંટણી લડવા માટે કહ્યું હોત. લદ્દાખના એક ભૂતપૂર્વ સૈનિકે વડા પ્રધાનને કહ્યું કે તેમને જલ જીવન મિશન અને પીએમ આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો છે અને તેમને યોજનાનો લાભ લેવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

આ પણ વાંચો: #worldwide/ કેનેડામાં બંદૂકોના ખરીદી- વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, નવું બિલ રજૂ કરવામાં આવ્યું