બોટાદ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે અલ્પાબેન દિલીપભાઈ સાબવાની વરણી કરાઈ છે. છેલ્લા એક વર્ષથી ભાજપમાં આંતરિક વિખવાદને કારણે બોટાદ નગરપાલિકા ચર્ચામાં રહ્યું હતું. અને આ વિખવાદના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેને રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી નવા પ્રમુખની નિયુક્તિ માટે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી બેઠકમાં હાજર 42 સભ્યોમાંથી 23 સભ્યોએ અલ્પાબેનને અને 18 સભ્યોએ ધર્મિષ્ઠાબેન જોટાણીયાને સમર્થન જાહેર કર્યું હતું. જેના કારણે અલ્પાબેન સાબવાને બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.
બોટાદ નગરપાલિકા છેલ્લા એક વર્ષથી આંતરિક વિખવાદને કારણે ચર્ચામાં રહી છે. ભાજપ પક્ષમાં જ બે જૂથો આમને-સામને રહી એકબીજા પર આક્ષેપબાજી કરી હોદ્દેદારોને બરતરફ કરવા માંગણી કરી હતી ત્યારે થોડા સમય પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેન વોરાએ કલેકટરને રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી નવા પ્રમુખની નિયુક્તિ માટે આજે બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
જેમાં કારોબારી બેઠકમાં હાજર રહેલ 42 સભ્યોમાંથી 23 સભ્યોએ અલ્પાબેનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું જ્યારે 18 સભ્યોએ શ્રીમતી ધર્મિષ્ઠાબેન જોટાણીયાને સમર્થન જાહેર કર્યું હતું. તેમજ એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. આથી શ્રીમતી અલપાબેન દિલીપભાઈ સાબવાને બહુમતી મળતા તેઓની બોટાદ નગરપાલિકાના પ્રમુખ (પ્રથમ નાગરિક) તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ કેન્દ્ર પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- 2024માં ભાજપની નો એન્ટ્રી
આ પણ વાંચો:વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષિકા પર કર્યું ફાયરીંગ
આ પણ વાંચો:CM યોગી આવતીકાલે અયોધ્યા જશે, મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસના કાર્યક્રમમાં સામેલ થશે