કાર્યક્રમ/ RSSના પ્રમુખ મોહન ભાગવત અંગદાન જાગૃતિના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

સુરત માં ઇન્ડિયન પોસ્ટ અને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન જાગૃતિ માટે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં RSS ના વડા મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat
1 22 RSSના પ્રમુખ મોહન ભાગવત અંગદાન જાગૃતિના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

સુરત માં ઇન્ડિયન પોસ્ટ અને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન જાગૃતિ માટે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં RSS ના વડા મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અંગદાન કરનાર ના પરિવાર જનો નું તેમના હાથે સન્માન કરવામાં આવ્યું હતું..સાથે આ કાર્યક્રમ માં જેમને અંગદાન મળ્યું છે તેવા અનેજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અંગદાન ને લઈ આયોજન કરેલા આ પ્રોગ્રામ માં પધારેલા મોહન ભાગવતે જણાવ્યું હતું કે .ગુલામી વિરૂદ્ધ દેશમાં ખૂબ મોટું આંદોલન ચાલ્યું હતું. સમાજના કરોડો લોકોએ આ કાર્ય કર્યું હતું. દરેક વ્યક્તિ તે સમયે સ્વતંત્રતા માટે શું કરીએ તેવું વિચાર કરતા હતા. આજે વંદે માતરમ મંત્ર બની ગયો છે. સ્વતંત્રતા બાદ સરકાર પર તમામ જવાબદારી સોંપી દેવી તે ઉચિત નથી. ભારતના સૌ લોકો એક હૃદય થઈ જાય તે જરૂરી છે. તમામ દેશના નાગરિકો સુખ દુઃખદ સહભાગિતા બને તે દેશભક્તિ છે.અંગદાન દેશભક્તિ નું સ્વરૂપ છે. મૃત્યુ બાદ પણ શરીર કોઈના ઉપયોગમાં આવી શકે તો અંગદાન કરવું જ જોઈએ. મનુષ્ય શરીરનો ઉપયોગ તમામ લોકો માટે જીવવા તેજ માનવ ઉદ્દેશ સને ધર્મ છે.

જીવિત વ્યક્તિઓના ઉપયોગમાં અંગો કામ આવે તો તે કાર્ય કરવું જોઈએ.શરીરને છોડ્યા પછી જે કાંઈ છે તેનો મોહ રહેતો નથી..સાથેજ સુરત ની ભૂમિ લર આવેલા મોહન ભાગવતે સુરતના વખાણ કરતાં ભાગવતે કહ્યું કે, સુરત સૂરત પણ છે અને સિરત પણ છે.જે લોકોને નવજીવન મળ્યું છે તેવા લોકોએ સમાજ ઉપયોગી કાર્ય કરવું જોઇએ. શહેર એક ઉદાહરણ બને તેવા પ્રયાસ કરવા જોઈએ, જે સુરત ચોક્કસથી બનશે.તમામનો સહયોગ મળે ત્યારે જઈને સફળ થઈ શકાય છે. કોરોનામાં સૌથી વધુ લડત આપવાવાળો દેશ ભારત દેશ છે.સુરત માં યોજાયેલા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા. મોહન ભાગવત દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઋષિ મુનિઓએ પણ પોતાના હાડકા દાન આપવા માટે મોત ની બલિદાની આપી હતી..આપણે તો મોત થયા પછી સ્વજન ના અંગ નું દાન કરવું છે..આ અંગદાન થકી દેશ ને એક નવી દિશા મળી છે.જે ખૂબ સારી કહેવાય