Rajkot/ રાજકોટથી મહાનગરોની એરફ્રિકવનસીમાં વધારો, બેંગલોરની સ્પાઈસજેટની ફલાઇટ બાદ એર ઇન્ડિયાની મુંબઈ ફ્લાઇટ રોજ ભરશે ઉડાન

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું હોય અહીં થી મુંબઈ અને દિલ્હી તેમજ બેંગલોર જેવા શહેરો માટેનો ટ્રાફિક સારો રહેતો હોય છે, આથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર સહિત ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા ફ્લાઈટમાં વધારો કરવા

Gujarat
air india 2 રાજકોટથી મહાનગરોની એરફ્રિકવનસીમાં વધારો, બેંગલોરની સ્પાઈસજેટની ફલાઇટ બાદ એર ઇન્ડિયાની મુંબઈ ફ્લાઇટ રોજ ભરશે ઉડાન

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું હોય અહીં થી મુંબઈ અને દિલ્હી તેમજ બેંગલોર જેવા શહેરો માટેનો ટ્રાફિક સારો રહેતો હોય છે, આથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર સહિત ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા ફ્લાઈટમાં વધારો કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ થી બેંગ્લોરની ફ્લાઇટ 24 મી થી ઉડાન ભરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સૌરાષ્ટ્રભરના મુસાફરોની માગણીને ધ્યાનમાં લઈને મુંબઈ જવા માટે રાજકોટ એરફ્રિકવનસી હવે વધી રહી છે. સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હવે 19મી ફેબ્રુઆરીથી દરરોજ ટેક ઓફ થશે.

Image result for image of airindia flight

 

 

Election / થાનગઢ કોંગ્રેસને મોટો ઝટકો, તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસ આઉટ

એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ અને મુંબઇથી રાજકોટ ની દરરોજ હવાઈ સેવા શરૂ કરવા માટે ચર્ચા ચાલી રહી હતી જે દરમિયાન ગઈકાલે એર ઇન્ડિયા એરલાઈન્સ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 19 ફેબ્રુઆરીથી દરરોજ માટે ફ્લાઇટ શરૂ કરાશે. સૌરાષ્ટ્રના મુસાફરોને સ્પાઈસ જેટે આનંદના સમાચાર આપ્યા બાદ ગઈકાલે સાંજે જ એર ઇન્ડિયા દ્વારા મુંબઈ માટેની રોજિંદી ફ્લાઇટ ઉડાન ભરશે તેવી જાહેરાત કરાતા પેસેન્જર્સ માં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ રોજિંદી હવાઈ સેવા માં થોડો ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Image result for image of airindia flight

 

Election / રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયાનું તમામ હોદ્દાઓ પરથી નારાજીનામું

આ અંગે વધુમાં એર ઇન્ડિયાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સોમવાર, બુધવાર ,શુક્રવાર અને રવિવાર એમ ચાર દિવસ મુંબઈ થી રાજકોટ ફ્લાઇટ નું આગમન સાંજે 5.10 કલાકે થશે અને અહીંથી પ્રસ્થાન 6.10 એ થશે. જ્યારે બાકીના અન્ય દિવસોમાં જુના સમય એટલે કે સાંજે 5.40 અને અહીંથી જવા માટે નો ટાઈમ 6.40 માટેનો રહેશે.

Image result for image of airindia flight

Education / 18 ફેબ્રુઆરીએ શરૂ થશે ધોરણ 6 થી 8નાં વર્ગો, શિક્ષણ વિભાગની જાહેરાત,માર્ગદર્શિકાનું કરવું પડશે પાલન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…