ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને દરરોજ સામે આવી રહેલા કોરોના કેસોના રેકોર્ડ તૂટી રહ્યા છે, આ સ્થિતિમાં સરકાર દ્વારા પણ લોકોને સખ્ત નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, ત્યારે સરકારે રાજ્યના સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસુલે છે, પણ ભાજપના નેતાઓ માટે કોઈ નિયમો છે જ નહીં, તે અનેકવાર સામે આવી ચુક્યું છે.
આ દિશામાં હવે ભાજપના વધુ એક નેતાએ કોરોનાના નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે. હકીકતમાં કોરોનાના નિયમોને અમરેલીમાં ભાજપના નેતા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલીયાએ નેવે મુક્યા છે, જ્યાં તેઓના પુત્રના લગ્ન પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સને ભુલાઈ ગયું હતું.
ભાજપના નેતાના પુત્રના લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ ઉપરાંત ભાજપના કેટલાક નેતાઓ પણ ભેગા થયા હતા અને સરે આમ કોરોનાની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં જ્યારથી કોરોનાના કેસો વધ્યા છે ત્યારથી જ સરકારે લગ્નપ્રસંગમાં 50 લોકોની એન્ટ્રી માન્ય રાખી છે, પરંતુ બીજી બાજુ અમરેલીમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળુ ભેગુ થયું છે, ત્યારે હવે સવાલો ઉભા થાય છે કે, શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે, ભાજપના નેતાઓ છો તો એમને નિયમ લાગુ પડતા નથી.